Virat Kohliએ રાજીનામું આપીને પણ BCCI સમક્ષ ઊભો કર્યો મોટો સવાલ, ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાથી લેવો પડશે આ બોધપાઠ

Virat Kohli Quits: વિરાટ કોહલીએ ટી20 ટીમની કેપ્ટન્સીથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. (ફાઇલ તસવીર- AFP)

Virat Kohli Quits: વિરાટ કોહલી વનડે અને ટેસ્ટ ટીમની કેપ્ટન્સી કરતો રહેશે, તો રોહિત શર્મા ભાગે કંઈ ખાસ કરવાનું નહીં રહે

  • Share this:
    નવી દિલ્હી. વિરાટ કોહલીએ (Virat Kohli) ટી20 ટીમની કેપ્ટન્સીથી રાજીનામું આપવાની ઘોષણા કરી દીધી છે. આ રીતે ટી20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્માને (Rohit Sharma) નવા કેપ્ટન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કોહલીના કેપ્ટન પદેથી રાજીનામા આપ્યા બાદ પણ બીસીસીઆઇની (BCCI) મુશ્કેલીમાં ઘટડી ન હોય એવું લાગી રહ્યું છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ત્યાં લિમિટેડ અને ટેસ્ટ ટીમના કેપ્ટન અલગ-અલગ છે. પરંતુ કોહલીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે વનડે ટીમની (India ODI Team) કેપ્ટન્સી કરતો રહેશે. એવામાં બે મોટા દેશો જેવી રીતે સ્પ્લિટ કેપ્ટન્સીના ફોર્મૂલાને (Split Captaincy Formula) લાગુ કરવો બોર્ડ માટે સરળ નહીં રહે.

    ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ટિમ પેન ટેસ્ટ ટીમનો કેપ્ટન છે. એરોન ફિંચ વનડે અને ટી20 ટીમની કેપ્ટન્સી સંભાળે છે. પેન વનડે અને ટી20 ઇન્ટરનેશનલમાં ટીમનો હિસ્સો પણ નથી. બીજી તરફ, ઈગ્લેન્ડની વાત કરીએ. તો ઓયન મોર્ગનની પાસે વનડે અને ટી20ની કેપ્ટન્સી છે. જો રુટ ટેસ્ટ ટીમનો કેપ્ટન છે. રૂટને ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માટે ઈંગ્લિશ ટીમમાં સ્થાન નથી મળ્યું. એટલે કે બંને દેશોમાં વ્હાઇટ બોલ અને લાલ બોલની રમતને લઈ સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે.

    આ પણ વાંચો, વિરાટ કોહલીનું રાજીનામું કે પછી બીસીસીઆઈની પડદા પાછળની ગેમ! જોણો શું છે સત્ય હકીકત

    બીસીસીઆઇની પરેશાની વધશે

    વિરાટ કોહલી ટેસ્ટની સાથોસાથ વનડે ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેશે. એટલે કે સફેદ બોલ અને લાલ બોલ બંને ફોર્મેટની કેપ્ટન્સી કરતો રહેશે. એવામાં રોહિત શર્માની પાસે કેપ્ટન તરીકે વધુ કંઈ કરવાનું નહીં રહે. વર્ષ 2023માં ભારતમાં જ વનડે વર્લ્ડ કપ પણ યોજાવાનો છે. એવામાં બીસીસીઆઇ ટી20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્માને વનડે ટીમનું સુકાન પણ આપી શકે છે, નહીં તો તેમની પરેશાની વધતી રહેશે.

    આ પણ વાંચો, IPL 2021 Phase 2: 19મીથી શરૂ થશે ભારતનો તહેવાર, જાણો આઈપીએલનો સંપૂર્ણ Schedule


    ટીમને નવા કોચ પણ મળશે

    ટી20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી ઉપરાંત કોચ રવિ શાસ્ત્રીનો (Ravi Shastri) કાર્યકાળ પણ ખતમ થઈ રહ્યો છે. ટીમે નવા કોચ મળવાના છે. કેટલાક રિપોર્ટ મુજબ, બોર્ડ ટી20 વર્લ્ડ કપ બાદ નવા કોચની અરજીઓ મંગાવશે. આ પહેલા રાહુલ દ્રવિડને (Rahul Dravid) વચગાળાના કોચ બનાવવામાં આવી શકે છે. તેઓ થોડા દિવસો પહેલા ટીમની સાથે શ્રીલંકાના પ્રવાસ પર ગયા હતા. તેઓ બીસીસીઆઇના સૌથી ભરોસાપાત્ર વ્યક્તિ પણ છે.
    Published by:Mrunal Bhojak
    First published: