Home /News /sport /

Virat Kohli:વિરાટ કોહલીએ Test Captainship છોડ્યા બાદ સચિનથી લઈ શાસ્ત્રી સુધી દિગ્ગદજોએ કહી આ વાત

Virat Kohli:વિરાટ કોહલીએ Test Captainship છોડ્યા બાદ સચિનથી લઈ શાસ્ત્રી સુધી દિગ્ગદજોએ કહી આ વાત

Virat Kohli Test Captaincy : વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશીપ છોડતા દેશ દુનિયામાંથી શુભકામનાઓનો વરસાદ

Virat Kohli Test Captaincy: વિરાટ કોહલીએ (Virat Kohli)એ સાઉથ આફ્રિકા સામે 2-1થી શ્રેણી હારી અને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. આ અંગે દેશ અને દુનિયાના દિગ્ગજોએ પ્રતિક્રિયાઓ આપી

  Virat Kohli  : વનડે (ODI) અને ટી-20માંથી કેપ્ટનશીપ છોડ્યા બાદ (T20) બાદ વિરાટ કોહલીએ (Virat Kohli Stepped down as Test captain) ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપને પણ અલવિદા કહી દીધું છે. સાત વર્ષ સુધી ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન તરીકે યથાવત રહ્યા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાંથી સ્વેચ્છાએ કેપ્ટનશીપ છોડી દીધી છે. કોહલીએ એક ભાવુક પોસ્ટ લખીને આ જાણકારી આપી છે. વિરાટ કોહલીએ (Virat Kohli Social Media Post) ટેસ્ટ કેપ્ટનશીપ છોડતા એક ભાવુક પોસ્ટ લખી જેમાં તેણે પોતાના સાથીઓ, બીસીસીઆઈ, રવિ શાસ્ત્રી અને એમ.એસ. ધોનીનો આભાર માન્યો હતો. વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી ત્યારબાદ સમગ્ર વિશ્વમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે (Reactions on Virat Kohli Test Captainship). દેશમાં સચિન તેંડુલકરથી (Sachin Tendulkar) લઈ
  વિરાટ કોહલીના ગુરૂ રવિ શાસ્ત્રી (Ravi Shastri) સૌએ પ્રતિક્રિયા આપી છે.

  મારા માટે દુખદ દિવસ આ ટીમ આપણે બંને સાથે બનાવી હતી

  કોહલીના ગુરૂરવિ શાસ્ત્રીએ ટ્વીટર પર લખ્યું કે 'વિરાટ તું માથું ગર્વથી ઉંચું રાખી જઈ શકે છે. બહુ ઓછા લોકોએ એ સિદ્ધી મેળવી છે જે કેપ્ટન તરીકે તે મેળવી. ચોક્કસથી ભારતનો સૌથી આક્રમક અને સફળ કેપ્ટન છે તું, મારા માટે દુ:ખદ દિવસ. કારણ કે આ જ એ ટીમ છે જે આપણે બંનેએ સાથે મળીને બનાવી છે'

  'વિદેશમાં ભારત જીતે તો ચર્ચા થતી હવે હારે તો થાય છે'

  વસિમ જાફરે લખ્યું કે 'વિરાટે કેપ્ટનશીપ લીધી ત્ારે ભારતે વિદેશમાં જીતે તો સિદ્ધી ગણાતી અને હવે હારે તો અપસેટ ગણાય છએ. આપણે ટેસ્ટમાં ત્યાંથી અહીંયા સુધી પહોંચ્યા છીએ. આ કોહલીનો વારસો રહેશે.'  'આંકડાઓ ખોટું ન બોલે, વિશ્વનો સૌથી સફળ કેપ્ટન'

  વિરેન્દ્ર સહેવાગે લખ્યું કે વિરાટને ખૂબ અભિનંદન, ભારત જ નહીં વિશ્વનૌ સૌથી સફળ કેપ્ટન છે તું અને આંકડાઓ ખોટું બોલે. તને બેટથી આક્રમક રમતો જોવા માંગું છું.  'તે કાયમ 100 ટકા આપ્યું છે અને ભવિષ્યમાં પણ આપીશ'

  સચિન તેંડુલકરે લખ્યુંકે કેપ્ટન તરીકેના સૌથી સફળ સમયને સમાપ્ત કરવા બદલ અભિનંદન વિરાટ, તે કાયમ 100 ટકા આપ્યું છે અને ભવિષ્યમાં પણ આપીશ. તને ખૂભ શુભેચ્છાઓ'

  'વિશ્વના ક્રિકેટ સિતારાઓમાં તારું નામ ટોચે રહેશે'

  સર વિવિયન રિચર્ડે લખ્યું કે વિરાટ તે જે સફળતા મેળવી છે તેના પર તું ખૂબ ગર્વ લઈ શકે છે. તારું નામ વિશ્વના ટોચના ક્રિકેટ લીડર્સમાં રહેશે.'

  આ પણ વાંચો : Virat Kohli: વિરાટ Test captainship રેકોર્ડ, કોહલીએ ધોની-ગાંગુલીને છોડ્યા પાછળ

  'ટેસ્ટ ક્રિકેટનું નામ લેવાશે ત્યારે કોહલીનું નામ લેવાશે'

  ઈરફાન પઠાણે લખ્યું જ્યારે જ્યારે ટેસ્ટ ક્રિકેટનું નામ લેવાશે ત્યારે ત્યારે વિરાટ કોહલીનું નામ લેવાશે. ફક્ત પરિણામો પર જ નહીં તારી અસર કેપ્ટન તરીકે પણ જોરદાર હતી.

  'વ્હાઇટ બોલની કેપ્ટનશીપ છોડી દેવાનો આઈડીયા સારો હતો પરંતુ..

  ક્રિકેટ એક્સપર્ટ હર્ષ ભોગલે લખે છે કે વિરાટનો વ્હાઇટ બોલની કેપ્ટનશીપ છોડી દેવાનો આઈડીયા સારો હતો પરંતુ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દેવાના આઈડિયાથી હું સંમત નથી. હું ફક્ત આશા રાખી શકું છું કે તે પોતાના નિર્ણયથી ખુશ રહે'  'મેં કોઈ દિવસ વિચાર્યુ નહોતું 100 ટેસ્ટ રમીશ કે તું ક્યારેય કેપ્ટન બનીશ'

  ઈશાત શર્માએ લખ્યુ કે નાનપણથી લઈને આજદિન સુધીની અઢળક યાદો માટે તારો આભાર, મેં કોઈ દિવસ વિચાર્યુ નહોતું કે હું 100 ટેસ્ટ રમીશ કે તે કોઈ દિવસ વિચાર્યુ નહોતું કે તું કેપ્ચન બનીશ. આપણે ખાલી રમ્યા અને આપણું સર્વસ્વ આપ્યું'  વિરાટ કોહલીનો ટેસ્ટ કેપ્ટન તરીકેનો રેકોર્ડ

  વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારત 68 ટેસ્ટ મેચ રમ્યુ અને 40 ટેસ્ટમાં જીત મેળવી હતી. આ ટેસ્ટ જીતની ટકાવારી 58.82 ટકા છે. કોહલીના ખાતે ફક્ત 17 હાર ગઈ અને 11 ડ્રો ગઈ આમ કોહલીનો રેકોર્ડ ટેસ્ટમાં સૌથી મોટો સાબિત થયો છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: ક્રિકેટ, વિરાટ કોહલી

  આગામી સમાચાર