ઓસ્ટ્રેલીયા: ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી(Virat Kohali) એશિયા કપમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. જો કે, 2019થી વિરાટ તેની એક પણ ઇનિંગને સદીમાં બદલી શક્યો ન હતો. પરંતુ એશિયા કપમાં આ રન મશીને અફઘાનિસ્તાન (IND vs Afghanistan) સામે તેની શાનદાર સદીથી સૌનું દિલ જીતી લીધું છે. ત્યારે, હવે વર્લ્ડ કપમાં પણ વિરાટ કોહલી ઝૂકવાનો નથી તેમ કોહલીએ પુષ્પા ફિલ્મની એક્શન દ્વારા પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રોહિત શર્મા એન્ડ કંપની 23 ઓક્ટોબરે મેલબોર્નમાં કટ્ટર હરીફ પાકિસ્તાન (IND vs Pak) સામે વર્લ્ડ કપમાં તેમની પ્રથમ મેચ રમશે. એશિયા કપમાં બંને ટીમો બે વખત સામસામે આવી ચુકી છે. તે દરમિયાન ટીમ ઈન્ડિયા પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવવામાં સફળ રહી હતી, પરંતુ રોહિત શર્માની ટીમને પ્લેઓફની મહત્વપૂર્ણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા હવે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવીને આ ઘા ભરવાનો પ્રયાસ કરશે.
પુષ્પાની એક્શન કરતી વખતે વિરાટ કોહલી ફેમસ એક્ટર અલ્લુ અર્જુનથી જરા પણ કમ દેખાઈ રહ્યો છે. તેણે વિડીયોમાં પુષ્પાના ફેમસ ડાયલોગ 'ઝુકેગા નહીં સાલા'ની કોપી કરી છે. તેણે મેદાનમાં એક ચાહક તરફ જોઈને પુષ્પાની ફેમસ એક્શન બતાવી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે વિરાટનું બેટ મેલબર્નમાં પાકિસ્તાન સામે બોલે છે કે નહીં.
ક્રિકેટરોમાં પુષ્પાના ડાઇલોગનો ભારે છે ક્રેઝ
પુષ્પાની ફિલ્મના 'ઝુકેગા નહીં સાલા' ડાયલોગ અને એક્શન સિક્વન્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે. એવામાં ભારતીય ક્રિકેટરો જ નહીં, વિદેશી ખેલાડીઓને પણ આ એક્શન ખૂબ પસંદ આવ્યું. ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન રાશિદ ખાન, ડેવિડ વોર્નર અને શિખર ધવન જેવા દિગ્ગજ ખેલાડીઓએ આ ડાયલોગની નકલ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર