નવી દિલ્હી. ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings- CSK) આઇપીએલ 2021ની (IPL 2021) ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની છે. CSKએ પહેલી ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સને (CSK vs DC) 4 વિકેટથી હરાવ્યું.ચેન્નઈની જીતમાં ગાયકવાડ (70) ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીની (Mahendra Singh Dhoni) નાની પણ સ્ફોટક ઇનિંગે પણ અગત્યની ભૂમિકા ભજવી. ધોનીએ છેલ્લી ઓવરમાં 3 ફોર ફટકારી અને માત્ર 6 બોલમાં 18 રનની ઇનિંગ રમી અને ચેન્નઈને બે બોલ બાકી હતા ત્યારે જીત અપાવી. તેની આ ઇનિંગ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીને (Virat Kohli) પણ ખૂબ પસંદ આવી. કોહલીએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનની ઇનિંગના ખૂબ વખાણ કર્યા.
કોહલીએ ધોનીની ઇનિંગને લઈ ટ્વીટ કર્યું કે, અને હવે કિંગની વાપસી થઈ ગઈ છે. દુનિયાના સૌથી શ્રેષ્ઠ ફિનિશર. આજની ઇનિંગે મને ફરી એક વાર ખુરશીથી ઉછળવા માટે મજબૂર કરી દીધો. શાનદાર. આ મેચમાં જીત નોંધાવીને ચેન્નઈએ રેકોર્ડ 9મી વાર આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. CSKની આ સીગમાં 12મી સીઝન છે. બીજી તરફ, ધોની 10મી વાર આઇપીએલ ફાઇનલમાં રમશે. તે 9 વાર CSK અને 1 વાર રાઇઝિંગ પુણે સ્ટાર જાયન્ટ્સ ટીમ માટે પણ ફાઇનલ મેચ રમી ચૂક્યો છે.
કોહલીએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનની ઇનિંગના ખૂબ વખાણ કર્યા.
ચેન્નઈથી મળેલી હાર બાદ પણ દિલ્હીની પાસે હજુ ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક છે. દિલ્હીને હવે RCB Vs KKRની વચ્ચે રમાનારી એલિમિનેટર મેચની વિજેતા ટીમ સામે ટકરાવવું પડશે. આ મેચમાં જીતનારી ટીમ ચેન્નઇ સામે ફાઇનલમાં ટકરાશે.
દિલ્હીની વિરુદ્ધ 173 રનના ટાર્ગેટનો પીછો કરતાં ચેન્નઈએ 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 160 રન કર્યા હતા. CSKને છેલ્લી ઓવરમાં 6 બોલમાં જીતવા માટે 13 રન કરવાના હતા. દિલ્હી તરફથી છેલ્લી ઓવર ટોમ કરેન ફેંકવા આવ્યો. તેણે પહેલા જ બોલ પર મોઇન અલીને રબાડાના હાથે કેચ આઉટ કરાવી દીધો. બીજા એન્ડ પર ધોની હતો. ત્યારબાદ માહીએ એવા જ અંદાજમાં બેટિંગ કરી જેના માટે તે પ્રચલિત છે.