T20 WORLD CUP 2022: ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે રસાકસી ભરી મેચમાં કિંગ કોહલીએ વિરાટ પ્ર્દર્શન કરતાં ભારતને વિજય અપાવ્યો હતો. આજે ફરી કોહલી તેના આગવા અંદાજમાં દેખાયો હતો. દેશભરમાં વિજય બાદ ઉજવણી થઈ રહી છે.
VIRAT KOHLI MATCH WINNING INNING: વિરાટ કોહલીએ ઐતિહાસિક ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને હારેલી બાજી જીતાડી દીધી છે. વિરાટ કોહલીએ 53 બોલમાં 82 રનની ઐતિહાસક ઇનિંગ રમીને ટી-20 વર્લ્ડકપની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવી છે.
ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. 31 રને જ ચાર વિકેટ પડી ગઈ હતી. પરંતુ તે પછી વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ ઇનિંગને સંભાળી હતી. જોકે, મેચને જીતવા ઓછા બોલમાં વધારે રન બનાવવાના હતા. તે છતાં વિરાટ કોહલીએ મેચને છોડી નહતી અને આક્રમક બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.
ભારે રસાકસી બાદ પાકિસ્તાન અમે વિજય
છેલ્લી ઓવર અને છેલ્લા બોલ સુધી આ મેચમાં ભારે રસાકસી થઈ હતી. જો કે આખી મેચમાં છેલ્લે સુધી વિરાટ કોહલીએ એક છેડો સંભાળી રાખ્યો હતો અને ટીમને વિજય સુધી દોરી ગયો હતો. વિરાટે 53 બોલમાં 82 રન ફટકાર્યા હતા અને તેમાં ચાર છગ્ગા અને 6 ચોગ્ગા માર્યા હતા.
એક તરફ ભારતે ઓપનર્સની વિકેટ જલ્દી ગુમાવી દીધી હતી અને બાદમાં ભારતે ઇન્ફોર્મ બેટ્સમેન સૂર્યકુમાર યાદવની વિકેટ પણ સસ્તામાં ગુમાવી દીધી હતી. ત્યાર પછી અક્ષર પટેલ રનઆઉટ થયો હતો. એક સમયે આશા ધૂંધળી લાગતી હતી પણ હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીએ જે સમજદારીથી બેટિંગ કરી હતી એ કાબિલેદાદ રહી હતી.
અમદાવાદમા ફૂટયા ફટાકડા
દેશભરમાં ઉત્સવનો માહોલ છે. દિવાળી પહેલા જ ભારતને પાકિસ્તાન સામે વિજય સાથે દિવાળી ગિફ્ટ મળી ગઈ છે. કિંગ કોહલીને આ માટેનો યશ જાય છે. ભારતને નાજુક સ્થીતીમાથી જીતના દરવાજે લાવી દીધું હતું. ઘણા સમય બાદ આવી ઇનિંગ જોવા મળતા ફેંસ માટે ઉત્સવનો માહોલ છે. અમદાવાદમા ફટાકડા ફૂટી રહ્યા છે. દેશના દરેક ખૂણે ક્રિકેટપ્રેમીઓમાં ખુશીનો માહોલ છે અને ઉજવણી થઈ રહી છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર