દુનિયાના સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓમાં વિરાટ કોહલીને સ્થાન

News18 Gujarati
Updated: June 6, 2018, 1:05 PM IST
દુનિયાના સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓમાં વિરાટ કોહલીને સ્થાન

  • Share this:
ફોર્બ્સે દુનિયાના સૌથી વધારે કમાણી કરનાર ખેલાડીઓની લિસ્ટ રજૂ કરી છે. આમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એકમાત્ર ભારતીય છે, જેમનું નામ દુનિયાના ટોપ-100 ખેલાડીઓમાં સામેલ છે. આ લિસ્ટમાં કોહલી દુનિયામાં 83માં નંબર પર છે. આશ્ચર્યની વાત તો છે કે, આ લિસ્ટમાં એકપણ મહિલાને જગ્યા મળી નથી.

29 વર્ષના કોહલીને ફોર્બ્સ લિસ્ટ 'ધ વર્લ્ડ્સ હાઈએસ્ટ પેડ એથલીટ્સ' અનુસાર કુલ 24 મિલિયન ડોલર મળ્યા છે. આમાં ચાર મિલિયન ડોલર સેલરી અને 20 મિલિયન ડોલર એન્ડોર્સમેન્ટના રૂપમાં મળ્યા. વર્ષ 2017માં આવેવ લિસ્ટમાં રોનાલ્ડો આ બાબતમાં પહેલા નંબર પર હતો, જ્યારે ભારતીય કેપ્ટન 89માં સ્થાન પર હતો. વર્ષ 2017માં કોહલીની કુલ કમાણી 22 મિલિયન હતી. જેમાં ત્રણ મિલિયન ડોલર સેલરી અને 19 મિલિયન ડોલર એન્ડોર્સમેન્ટના રૂપમાં મળ્યા.

બોક્સિંગ ચેમ્પ ફ્લોઈડ મેવેદર સૌથી અમિર ખેલાડીઓની લિસ્ટમાં ટોપ પર છે. સાત વર્ષમાં ચોથી વખત ટોપ સૌથી અમિર ખેલાડી બનેલ મેવેદરે કોનર મેક્ગ્રેગર વિરૂદ્ધ મેચમાં 275 મિલિયન ડોલરની કમાણી કરી. આ સાથે જ મેવેદરે રોનાલ્ડો પાસેથી નંબર વનની ખુરશી છીનવી લીધી. રોનાલ્ડો પાછલા બે વર્ષથી સૌથી અમિર ખેલાડીઓમાં પહેલા સ્થાન પર હતો. પરંતુ આ વર્ષે રોનાલ્ડો (108 મિલિયન ડોલર) ત્રીજા ક્રમે સરકી ગયો છે. બીજા નંબરે આર્જેન્ટીનાનો સ્ટાર ફુટબોલર લિયોનલ મેસી છે. મેસીએ આ વર્ષે 111 મિલિયન ડોલરની કમાણી કરી છે.

હેરાનીની વાત તે છે કે, દુનિયાના ટોપ-100 હાઈએસ્ટ પેડ એથલીટ્સની લિસ્ટમાં એકપણ મહિલા ખેલાડી નથી. જ્યારે વર્ષ 2017માં આ લિસ્ટમાં માત્ર એક ખેલાડીનું નામ જ હતું. ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સનનું નામ 51માં નંબર પર હતું, જેને કુલ 27 મિલિયન ડોલરની કમાણી કરી હતી. પૂર્વ સ્ટાર દોડવીર યૂસૈન બોલ્ટ પણ નીચે તરફ સરકીને 45માં સ્થાન પર આવી ગયો છે. ટેનિસના લેજેન્ડ રોજર ફેડરર 7માં સ્થાન પર છે, જ્યારે રફેલ નડાલ 20માં સ્થાન પર છે.

લિસ્ટના ટોપ-20 એથલીટ : ફ્લોઈડ મેવેદર, લિયોનલ મેસી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કોનર મેક્ગ્રેગર, નેમાર, લેબ્રોન જેમ્સ, રોજર ફેડરર, સ્ટીફન કરી, મેટ રાયન, મેથ્યૂ સ્ટેફર્ડ, કેવિન ડ્યરેન્ટ, લૂઈસ હેમિલ્ટન, રસલ વેસ્ટબ્રૂક, જેમ્સ હાર્ડન, કાનેલો અલ્વારેજ, ટાઈગર વુડ્સ, ડ્ર્યૂ બ્રીસ, સબૈસ્ટિયન વેટલ, ડેરેક કાર અને રફેલ નડાલ
First published: June 6, 2018
વધુ વાંચો
अगली ख़बर