liveLIVE NOW

IND Vs ENG T20 : લોકેશની સદી-કૂલદીપની ફરકીથી ભારતે મેળવી આઠ વિકેટે જીત

  • News18 Gujarati
  • | July 04, 2018, 01:50 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 YEARS AGO

    હાઇલાઇટ્સ

    1:24 (IST)

    ત્રણ ટી-20 સિરીઝમાં ભારત 0-1થી આગળ

    1:23 (IST)

    લોકેશ રાહુલે 53 બોલમાં 10 ફોર અને પાંચ સિક્સ સાથે પોતાની સદી પૂરી કરી લીધી છે. 

    1:18 (IST)

    17 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ 146 રન બનાવી લીધા છે. લોકેશ રાહુલ 94 અને વિરાટ કોહલી 10 રને રમતમાં છે. 

    1:8 (IST)
    15 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ 137 રન બનાવ્યા છે. લોકેશ રાહુલ 91 અને વિરાટ કોહલી 5 રન બનાવીને રમતમાં છે. પાછલી ત્રણ ઓવરમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 09 રન જ બનાવ્યા છે. રોહિતની વિકેટ પડ્યા પછી ભારતની રનરેટ ઘટી ગઈ છે. 

    1:5 (IST)
    14 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ 134 રન બનાવી લીધા છે. હાલમાં લોકેશ રાહુલ 90 અને વિરાટ કોહલી 03 રને રમતમાં છે. 

    1:0 (IST)
    13 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ 131 રન બનાવી લીધા છે. હાલમાં લોકેશ રાહુલ 89 અને વિરાટ કોહલી 01 રને રમતમાં છે. તેરમી ઓવરમાં માત્ર ત્રણ રન જ આવ્યા. 

    0:58 (IST)
    તેરમી ઓવર લઈને આવેલા આદિલ રશીદની ઓવરમાં રોહિત શર્મા 32 રન બનાવીને કેચ આઉટ થઈ ગયો હતો. 

    0:55 (IST)
    બાર ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ 128 રન બનાવી લીધા છે. હાલમાં લોકેશ રાહુલ 88 અને રોહિત શર્મા 31 રન બનાવીને રમી રહ્યાં છે. જોર્ડને બારમી ઓવરમાં પાંચ રન આપ્યા હતા. 

    0:51 (IST)
    અગિયારમી ઓવરમાં લોકેશ રાહુલે પ્લૂંકેટની ધોલાઈ કરી નાંખી હતી. આ ઓવરમાં બે ફોર અને બે સિક્સ સાથે 20 રન ફટાકર્યા હતા. આ સાથે ટીમ ઈન્ડિયાનો સ્કોર 123 રને પહોંચી ગયો હતો, જ્યારે લોકેશ 85 રને પહોંચી ગયો છે. સામે છેડે રોહિત શર્મા 29 રન બનાવીને લોકેશને સાથ આપી રહ્યો છે. 

    0:48 (IST)

    અગિયારમી ઓવર લઈને આવેલ પ્લૂંકટેની લોકેશે કરી ધોલાઈ ધોલાઈ... 6,4,4... ત્રણ બોલમાં ફટકાર્યા 14 રન

    ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં રમાયેલ પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. ભારતે આ મેચ આઠ વિકેટે જીત મેળવીને સિરીઝમાં 0-1ની લીડ મેળવી લીધી છે.

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને ઈંગ્લેન્ડને બેટિંગ આપી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત વીસ ઓવરમાં આઠ વિકેટના નુકશાને 159 રન બનાવ્યા હતા. જેમાં ઈંગ્લેન્ડ તરફથી જોશ બટલકરે શાનદાર 69 રનની ઈનિંગ રમી હતી. જ્યારે જેસન રોય અને વિલીએ ક્રમશ: 30 અને 29 રનની ઈનિંગ રમી હતી.

    ઈંગ્લેન્ડે આપેલા 160 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને પ્રથમ ઓવરમાં જ ફટકો લાગી ગયો હતો. શિખર ધવન માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જો કે, લોકેશ રાહુલ અને રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની ઈનિંગને સંભાળી લીધી હતી. ભારત તરફથી લોકેશ રાહુેલ આક્રમક બેટિંગ કરતાં 27 બોલમાં ફિફ્ટી ફટકારીને ઈંગ્લેન્ડના આત્મવિશ્વાસ પર હુલ્લો કર્યો ત્યાર પછી લોકેશે માત્ર 53 બોલમાં સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ 18.2 ઓવરમાં 163 રન બનાવીને જીત મેળવી લીધી હતી.  તે ઉપરાંત રોહિત શર્માએ 32 રનની ઈનિંગ રમી હતી. જ્યારે વિરાટ કોહલીએ માત્ર 20  રન બનાવીને  પણ એક શાનદાર રેકોર્ડ પોતાના નામે નોંધાવી નાંખ્યો છે. વિરાટ કોહલીએ સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી.

    જીતના હિરો

    ભારત તરફથી કૂલદીપ યાદવે શાનદાર બોલિંગ કરતાં ચાર ઓવરમાં 24 રન આપીને પાંચ વિકેટ પોતાના નામે નોંધાવી હતી. જ્યારે લોકેશ રાહુલે 53 બોલમાં 10 ફોર અને 5 સિક્સની મદદથી 101* રનની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આમ પ્રથમ ટી-20ના હિરો કૂલદીપ યાદવ અને લોકેશ રાહુલ રહ્યાં હતા.

    ઇંગ્લેન્ડ રવાના થતા પહેલા વિરાટ કોહલીએ કહ્યું હતું કે આ પ્રવાસ અમારા માટે મુશ્કેલ પડકાર છે. જોકે અમે પ્રશંસકોને શાનદાર રિઝલ્ટ આપવાનો પ્રયત્ન કરીશું. માન્ચેસ્ટરમાં રમાનાર પ્રથમ ટી-20 મેચમાં સુકાની વિરાટ કોહલી અને ઓપનર રોહિત શર્મા એક ખાસ ક્લબનો ભાગ બની શકે છે.

    ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચ પહેલા વિરાટના આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં 1992 રન બનાવી લીધા હતા.  2000 રનની એલિટ ક્લબથી ફક્ત 8 રન દૂર હતો. તેણે આ રન 59 મેચમાં 18 અડધી સદીની મદદથી બનાવ્યા છે. બેસ્ટ સ્કોર 90 રન છે. બીજી તરફ રોહિત શર્માને આ ક્લબમાં સામેલ થવા માટે 51 રનની જરૂર છે. તેણે 81 મેચમાં બે સદી અને 15 અડધી સદીની મદદથી 1949 રન બનાવ્યા છે. 118 બેસ્ટ સ્કોર છે.

    વિરાટ કોહલીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    વિરાટ કોહલીએ સૌથી ઓછી ઇનિંગ્સમાં 2000 રન પુરા કરનાર ખેલાડી બની ગયો છે. આનાથી પહેલા આ  રેકોર્ડ ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમના નામે નોંધાયેલ હતો.. તેણે 67મી મેચની 66મી ઇનિંગ્સમાં 2000 રન બનાવવાની સિદ્ધિ મેળવી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે 68 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. બીજી તરફ કોહલી પાસે 56મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી લીધી છે.

    આ ખેલાડી છે એલિટ ક્લબના સભ્ય
    ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે 75 મેચમાં 2 સદી અને 14 અડધી સદીની મદદથી સૌથી વધારે 2271 રન બનાવ્યા છે. બ્રેન્ડન મેક્કુલમ 71 મેચમાં 2140 રન બનાવી બીજા નંબરે છે. આ દરમિયાન તેણે 2 સદી અને 13 અડધી સદી ફટકારી છે. આ લિસ્ટમાં ત્રીજુ નામ પાકિસ્તાનના શોએબ મલિકનું છે. જેણે 100 મેચમાં સાત અડધી સદીની મદદથી 2039 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં બધાને પાછળ છોડતા વિરાટ કોહલીએ પ્રથમ સ્થાન મેળવી લીધો છે.