બેટિંગ ઓર્ડર બદલવા પર કોહલીએ કહ્યું - આજકાલ પેનિક બટન જલ્દી દબાવી દેવાય છે

News18 Gujarati
Updated: January 18, 2020, 3:54 PM IST
બેટિંગ ઓર્ડર બદલવા પર કોહલીએ કહ્યું - આજકાલ પેનિક બટન જલ્દી દબાવી દેવાય છે
બેટિંગ ઓર્ડર બદલવા પર કોહલીએ કહ્યું - આજકાલ પેનિક બટન જલ્દી દબાવી દેવાય છે

કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે બીજી વન-ડેમાં જીત પછી લોકેશ રાહુલના પ્રદર્શનની પ્રશંસા કરી

  • Share this:
રાજકોટ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli)ઓસ્ટ્રેલિયા સામે (Australia) બીજી વન-ડેમાં જીત પછી લોકેશ રાહુલના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું હતું કે આપણે સોશિયલ મીડિયાના જમાનામાં રહીએ છીએ અને અહીં પર ‘પેનિક બટન’ઘણું જલ્દી દબાવી દેવામાં આવે છે. તમારા માટે એ જાણ કરવી ઘણી જરુરી છે કે તમારા માટે મેદાનમાં સર્વશ્રેષ્ઠ ટીમ કોણ હશે. જ્યારે તમે લોકેશ રાહુલને બેટિંગ કરતા જુવો છો તો તેના જેવા ખેલાડીને બહાર કરવો મુશ્કેલ છે.

વિરાટે કહ્યું હતું કે પાંચમાં નંબરે બેટિંગ કરવી અને ટીમ માટે તેને જેવી બેટિંગ કરી એ નિશ્ચિત રુપથી આંતરરાષ્ટ્રીય સ્તર પર તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ ઇનિંગ્સમાં તેની પરિપક્વતા અને સ્તર બતાવે છે. આપણે જાણીએ છીએ કે આપણે ચેન્જ રુમમાં શું કરી રહ્યા છીએ. મેદાન બહાર ઘણી ચર્ચા થાય છે. જોકે અમે તેના ઉપર ધ્યાન આપતા નથી. ત્રીજા નંબરે બેટિંગ કરવી સારું હતું મને ખુશી છે કે તેનાથી ટીમને મદદ મળી. વન-ડેમાં શિખર ધવન અમારા માટે સતત સારું કામ કરતો રહ્યો છે. હું ખુશ છું તેણે રન બનાવ્યા છે. રોહિત જ્યારે પણ રન બનાવે છે. તે હંમેશા ટીમ માટે સારું હોય છે.

આ પણ વાંચો - બીજી વન-ડે : રાજકોટમાં ભારતનો 36 રને વિજય, શ્રેણી 1-1થી સરભર

મેન ઓફ ધ મેચ કેએલ રાહુલે કહ્યું હતું કે તેને અલગ-અલગ પ્રકારની ભૂમિકા ભજવવામાં આનંદ આવે છે. બેટિંગ ક્રમમાં નીચે ઉતરવા સિવાય રાહુલે આ મેચમાં વિકેટકીપરની પણ ભૂમિકા ભજવી હતી. તેણે કહ્યું હતું કે હું આનાથી શાનદાર શરુઆતની આશા કરી શકતો નથી. દરેક દિવસે મને અલગ-અલગ પ્રકારની ભૂમિકા કે જવાબદારી આપવામાં આવે છે અને હું તેનો આનંદ ઉઠાવી રહ્યો છું.

કેએલ રાહુલે કહ્યું હતું કે કુલદીપ યાદવે મને કહ્યું કે મારી વિકેટકીપિંગ ઘણી સારી છે. મેં બાળપણથી વિકેટકીપિંગ કરી છે પણ મેં પોતાની ફર્સ્ટ ક્લાસ ટીમ માટે વિકેટકીપરની ભૂમિકા વધારે કરી નથી. જોકે છેલ્લા કેટલાક સપ્તાહથી મેં કર્ણાટક માટે વિકેટકીપિંગ કરી છે.
First published: January 18, 2020, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading