કોહલી ત્રીજી વખત બન્યો 'ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર'

News18 Gujarati
Updated: May 29, 2018, 4:19 PM IST
કોહલી ત્રીજી વખત બન્યો 'ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર'
Colombo: Indias Virat Kohli plays a shot against Sri Lanka during the 4th ODI match in Colombo, Sri Lanka, on Thursday. PTI Photo by Manvender Vashist (PTI8_31_2017_000176A) *** Local Caption ***

  • Share this:
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વર્ષ 2017-18 માટે વર્ષ સિએટ આંતરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ પહેલા પણ વિરાટ કોહલી બે વખત 'ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર' બની ચૂક્યો છે. કોહલીને આ પહેલા 2011-12 અને 2013-14માં પણ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

ભારતીય ઓપનિર બેટ્સમેન શિખર ધવનની વર્ષના આંતરાષ્ટ્રીય બેટ્સમેન જ્યારે ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટની વર્ષનો આંતરાષ્ટ્રીય બોલર તરીકે પસંદગી કરવામાં આવી હતી. પોતાના જમાનામાં ફેમસ વિકેટકિપર બેટ્સમેન ફારૂખ એન્જિયનિયરને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારતીય મહિલા ટીમના ઓલરાઉન્ડ હરમનપ્રીત કોરની ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પાછલા વર્ષે વિશ્વકપમાં રમેલી 171 રનની અણનમ ઈનિંગને વર્ષની બેજોડ ઈનિંગ, મયંક અગ્રવાલને વર્ષનો સર્વશ્રેષ્ઠ ઘરેલૂ ખેલાડી અને શુભમાન ગિલની સર્વશ્રેષ્ઠ અંડર-19 ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી.

અન્ય પુરસ્કારોમાં અફઘાનિસ્તાનના રાશિદ ખાનને વર્ષનો સર્વશ્રેષ્ઠ ટી-20 બોલર અને ન્યૂઝીલેન્ડના કોલિન મૂનરોને સર્વશ્રેષ્ઠ ટી20 બોલરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ગેલને પોપ્યુલર ચ્વોઈસ એવોર્ડ આપવામાં આવ્યો.
First published: May 29, 2018
વધુ વાંચો
अगली ख़बर