વિરાટ પર ગુસ્સે થઈ અનુષ્કા, કહ્યું - એ કોહલી ફોર માર ને, શું કરી રહ્યો છે, Videoએ મચાવી ધૂમ

વિરાટ પર ગુસ્સે થઈ અનુષ્કા, કહ્યું - એ કોહલી ફોર માર ને, શું કરી રહ્યો છે, Videoએ મચાવી ધૂમ

અનુષ્કાએ આ વીડિયો પોતોના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. સાથે ખુલાસો પણ કર્યો છે કે આખરે તે કેમ કોહલીને આવી રીતે ઉફસાવી રહી છે

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ક્રિકેટર્સ ઘરમાં કેદ છે. આ દરમિયાન તે ક્રિકેટ, મેદાન અને સ્ટેડિયમને ઘણા યાદ કરી રહ્યા છે, તે અનુષ્કા શર્મા (Anushka Sharma)ના ઇંસ્ટાગ્રામ પોસ્ટ પરથી સાબિત થયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં અનુષ્કા શર્મા જોરથી ચિલ્લાઈને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને (Virat Kohli) કહી રહી છે કે એ કોહલી ફોર માર ને, શું કરી રહ્યો છે. અનુષ્કા પાસેથી આવી ભાષા સાંભળી પાસે બેઠેલા કોહલીએ અજીબ રિએક્શન આપ્યું હતું. તેણે કશું કહ્યું તો ન હતું પણ તેને થોડું અજીબ લાગી રહ્યું હતું.

  અનુષ્કાએ આ વીડિયો પોતોના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. સાથે ખુલાસો પણ કર્યો છે કે આખરે તે કેમ કોહલીને આવી રીતે ઉફસાવી રહી છે. અનુષ્કાએ લખ્યું છે કે તેને લાગે છે કે હાલના દિવસોમાં વિરાટ કોહલી ક્રિકેટને વધારે યાદ કરી રહ્યો છે, કારણ કે મેદાનમાં લાખો પ્રશંસકોનો તેને પ્રેમ મળે છે. અનુષ્કાએ કહ્યું કે કોહલીને એક ખાસ પ્રકારના પ્રશંસકે પણ વિશેષ રુપથી યાદ કરવા જોઈએ. આ કારણે તેણે કોહલીને આવો અનુભવ કરાવ્યો.
  ક્રિકેટના મેદાનથી દૂર પતિ વિરાટ કોહલીના ચહેરા ઉપર હાસ્ય લાવવા માટે કરેલ અનુષ્કાનો આ પ્રયત્ન પ્રશંસકોને ઘણો પસંદ પડી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લોકડાઉન (LockDown) લગાવી દીધું છે. જેના કારણે ક્રિકેટર્સ પણ મેદાનથી દૂર થઈ ગયા છે. ક્રિકેટર્સ મેદાનથી દૂર થયાને લગભગ એક મહિનો થવા આવ્યો છે. 1 માર્ટે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની વન-ડે શ્રેણીને રદ કરી દીધી હતી. આ પછી આઈપીએલ (IPL)પણ સ્થગિત કરી દેવામાં આવી છે. દેશમાં 3 મે સુધી લોકડાઉન ચાલશે. આ પછી પણ ખબર નથી કે ક્રિકેટર્સ મેદાનમાં ક્યારે વાપસી કરશે.
  Published by:Ashish Goyal
  First published: