Home /News /sport /Virat Kohli : વિરાટ કોહલી છોડી શકે છે ODIની કેપ્ટનશિપ, રવિ શાસ્ત્રી શું સંકેત આપ્યા?
Virat Kohli : વિરાટ કોહલી છોડી શકે છે ODIની કેપ્ટનશિપ, રવિ શાસ્ત્રી શું સંકેત આપ્યા?
કોહલી અને શાસ્ત્રીના સમયગાળમાં ભારતે ટી-20માં મેળવેલી સફળતા AFP
Virat Kohli : 'ભૂતકાળમાં ઘણા સફળ ખેલાડીઓએ પોતાની બેટિંગ પર ધ્યાન આપવા માટે કેપ્ટનશીપ છોડી છે. તેનામાં રમતને સારી બનાવવાની તત્પરતા હજુ પણ યથાવત છે. તે ટીમમાં સૌથી વધુ ફીટ છે'
ભારતના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)નું માનવું છે કે, વિરાટ કોહલી (Virat Kohli) ટી20 ઇન્ટરનેશનલ (T20 International) બાદ અન્ય ફોર્મેટમાંથી પણ પોતાની કેપ્ટનશીપ છોડી શકે છે, કારણ કે તે પોતાની બેટિંગ પર ફોકસ કરવા માંગે છે. 33 વર્ષીય વિરાટે સોમવારે (8 નવેમ્બર) નામીબિયા સામેની T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021)ની મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) ના T20I કેપ્ટન તરીકે તેની અંતિમ મેચ (Last Match) રમી હતી.
ઈન્ડિયા ટૂડે સાથેની વાતચીત દરમિયાન રવિ શાસ્ત્રી (Ravi Shastri)એ જણાવ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં તેમની કેપ્ટનશીપમાં ભારત છેલ્લા 5 વર્ષથી ટોપ પર છે. જ્યાં સુધી તેઓ માનસિક રીતે થાક (Mental Fatigue) નહીં અનુભવે, ત્યાં સુધી તેઓ કેપ્ટનશીપ છોડવાનું પસંદ નહીં કરે. તેઓ પોતાની બેટિંગ પર ધ્યાન આપવા માટે કેપ્ટનશીપ છોડી શકે છે. વ્હાઇટ બોલ ક્રિકેટમાં પણ તેઓ આવું કરી શકે છે. તેઓ કહી શકે છે કે તેઓ માત્ર ટેસ્ટ કેપ્ટનશીપ પર ધ્યાન આપવા માંગે છે. તેમનું માઈન્ડ અને બોડી આ નિર્ણય કરશે.
શાસ્ત્રીએ આગળ જણાવ્યું કે, આવું કરનાર તે એકમાત્ર ખેલાડી નથી. કારણ કે ભૂતકાળમાં ઘણા સફળ ખેલાડીઓએ પોતાની બેટિંગ પર ધ્યાન આપવા માટે કેપ્ટનશીપ છોડી છે. તેનામાં રમતને સારી બનાવવાની તત્પરતા હજુ પણ યથાવત છે. તે ટીમમાં સૌથી વધુ ફીટ છે.
2014માં કેપ્ટન બન્યો હતો કોહલી
કોહલીને 2014માં ટેસ્ટ ફોર્મેટમાં ભારતનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેણે 2017માં લિમિટેડ ઓવરની ક્રિકેટમાં ભૂમિકા સંભાળી હતી. સૌથી ટૂંકા ફોર્મેટમાં તેણે 50 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું. જે એમએસ ધોની પછી બીજા ક્રમના માઇલસ્ટોન પર છે.
નામિબિયાની મેચના અંતે પોતાના નિર્ણય વિશે વાત કરતા કોહલીએ સ્વીકાર્યું કે વર્કલોડને કારણે T20I કેપ્ટનશીપ છોડવાનો આ યોગ્ય સમય છે. કોહલીએ જણાવ્યું કે, જેમ મેં કહ્યું કે આ એક સન્માનની વાત છે, પરંતુ વસ્તુઓને યોગ્ય દિશા રાખવી જરૂરી છે. મારો વર્કલોડ મેનેજ કરવા આ જ યોગ્ય સમય છે. આ એક ખૂબ જ આનંદદાયક સફર રહી. એક સારું ગ્રુપ અને અમે એક ટીમ તરીકે ખરેખર સારું પ્રદર્શન કર્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર