Home /News /sport /

Virat Kohli Quits: વિરાટ કોહલીએ કેમ છોડી T-20ની કેપ્ટનશીપ? સૌરવ ગાંગુલીએ આપ્યું કારણ

Virat Kohli Quits: વિરાટ કોહલીએ કેમ છોડી T-20ની કેપ્ટનશીપ? સૌરવ ગાંગુલીએ આપ્યું કારણ

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ વિરાટને ટીમ ઈન્ડિયાની સાચી સંપત્તિ ગણાવી અને તેના વખાણ કર્યા હતા.

BCCIના અધ્યક્ષ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ વિરાટ કોહલી (Virat Kohli)ની પ્રશંસા કરી છે અને આશા વ્યક્ત કરી છે કે, તે ભવિષ્યમાં પણ ભારત માટે ઘણા રન બનાવવાનું ચાલુ રાખશે.

    નવી દિલ્હી: અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli)એ ગુરુવારે ક્રિકેટ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેણે સોશિયલ મીડિયા પર એક નોટ પોસ્ટ કરી જેમાં તેનો મોણે નિર્ણય લીધો હતો. તેણે ટી 20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. BCCI પ્રમુખ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી(Sourav Ganguly) એ વિરાટની પ્રશંસા કરી છે અને એ પણ સમજાવ્યું છે કે, તેણે આ નિર્ણય કેમ લીધો.

    BCCI દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં ગાંગુલીએ કોહલીને ભારતીય ક્રિકેટ માટે "સાચી સંપત્તિ" ગણાવ્યો હતો. અને કહ્યું હતું કે, આ નિર્ણય ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ગાંગુલીએ કહ્યું, “વિરાટ ભારતીય ક્રિકેટની સાચી સંપત્તિ છે અને તેણે ટીમનું તેજસ્વી નેતૃત્વ કર્યું છે. તે તમામ ફોર્મેટમાં ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંનો એક છે.

    ગાંગુલીએ વધુમાં કહ્યું કે, 'વિરાટનો આ નિર્ણય ભવિષ્યના રોડમેપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. અમે ટી-20 ટીમના કેપ્ટન તરીકે વિરાટને તેના જબરદસ્ત પ્રદર્શન માટે આભાર માનીએ છીએ. અમે તેને આગામી વર્લ્ડ કપ અને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ. આશા છે કે, તે ભારત માટે ઘણા રન બનાવવાનું ચાલુ રાખશે.

    આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા આઈસીસી ટી 20 વર્લ્ડ કપ બાદ પણ વિરાટ કોહલી ટીમ સાથે જોડાયેલા રહેશે અને બેટ્સમેન તરીકે રમશે. અગાઉ કોહલીએ કહ્યું હતું કે, મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ઓપનર રોહિત શર્મા સાથે ચર્ચા કર્યા બાદ તે પોતાના નિર્ણય પર પહોંચી ગયો છે. તેમણે પોતાની નોંધમાં લખ્યું, 'અલબત્ત, આ નિર્ણય સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો. મારા નજીકના લોકો, રવિભાઈ અને ટીમનો મહત્વનો ભાગ રહી ચૂકેલા રોહિત સાથે ખૂબ ચર્ચા કર્યા પછી, મેં ટી-20 ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે.

    આ પણ વાંચો: Virat Kohli quits: વિરાટ કોહલીનું રાજીનામું કે પછી બીસીસીઆઈની પડદા પાછળની ગેમ!

    વિરાટે ટી 20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધીમાં 90 મેચ રમી છે અને 28 અડધી સદી સહિતની મદદથી 3159 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેની સ્ટ્રાઇક રેટ 140ની આસપાસ છે. કોહલીએ 45 ટી 20 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું, તેમાંથી 27 જીતી. કોહલીની કેપ્ટનશીપમાં ભારતે માત્ર 14 ટી-20 મેચ હારી જ્યારે બે મેચ ટાઈ રહી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Bcci T20 World Cup, Sourav ganguly, Virat kohali

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन