Home /News /sport /

આ ખેલાડીને 2019ના વર્લ્ડ કપમાં મળી શકે છે તક, વિરાટે આપ્યો સંકેત

આ ખેલાડીને 2019ના વર્લ્ડ કપમાં મળી શકે છે તક, વિરાટે આપ્યો સંકેત

આ ખેલાડીને 2019ના વર્લ્ડ કપમાં મળી શકે છે તક, વિરાટે આપ્યો સંકેત

વિરાટે મેચ પછી કહ્યું હતું કે રાયડુને જે તક મળી છે તેણે બંને હાથથી ઝડપી લીધી છે

    વેસ્ટ ઇન્ડીઝ સામે ચોથી વન-ડેમાં અંબાતી રાયડુએ શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. આ પછી વિરાટ કોહલીએ તેની ઘણી પ્રશંસા કરી હતી. જેના કારણે સંકેત મળી રહ્યો છે કે તે 2019ના વર્લ્ડ કપમાં સામેલ થઈ શકે છે. રાયડુ અને રોહિતે ત્રીજી વિકેટ માટે 211 રનની ભાગીદારી નોંધાવી હતી, જે વિન્ડીઝ સામે ત્રીજી વિકેટ માટે સર્વશ્રેષ્ઠ ભાગીદારી છે.

    વિરાટે મેચ પછી કહ્યું હતું કે રાયડુને જે તક મળી છે તેણે બંને હાથથી ઝડપી લીધી છે. તેને 2019ના વર્લ્ડ કપ સુધી સાથ આપવાની જરુર છે. તે મેચ અને સ્થિતિને સારી રીતે સમજે છે અને સમજદારી સાથે બેટિંગ કરે છે.

    વિરાટે યુવા ફાસ્ટ બોલર ખલીલ અહમદની પણ પ્રશંસા કરી હતી. વિરાટે કહ્યું હતું કે ખલીલ શાનદાર પ્રતિભા છે. જો પિચ સારી હોય તો તે કાંઈના કાંઈ અવશ્ય કરે છે. તે યોગ્ય દિશામાં બોલિંગ કરે છે. ના વધારે શોર્ટ પિચ અને ના વધારે ફુલ લેન્થ પર. ખલીલે ચોથી વન-ડેમાં 3 વિકેટ ઝડપી હતી.

    વિરાટે મેચ પછી કહ્યું હતું કે રાયડુને જે તક મળી છે તેણે બંને હાથથી ઝડપી લીધી છે. તેને 2019ના વર્લ્ડ કપ સુધી સાથ આપવાની જરુર છે


    મેચમાં 162 રનની ઇનિંગ્સ રમનાર રોહિતે પણ રાયડુની પ્રશંસા કરી હતી. રોહિતે કહ્યું હતું કે આશા છે કે વર્લ્ડ કપ સુધી નંબર-4 બેટ્સમેન વિશે હવે કોઈ પુછશે નહીં, રાયડુએ સંભવત બધા સવાલોના જવાબ આપી દીધા છે. તે દબાણમાં પણ શાનદાર રમે છે.અમે રાયડુને ઘણા સમયથી ઓળખીએ છીએ તે સારી ઇનિંગ્સ રમી શકે છે.

    29 ઓક્ટોબર ટીમ ઇન્ડિયા માટે લકી, ભારતે મુંબઈ વન-ડેમાં બનાવ્યા 5 રેકોર્ડ
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ambati rayudu, વિરાટ કોહલી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन