કેપ્ટનશિપ, વિકેટકીપિંગમાં નહીં, કોહલીને આ કારણથી પડી રહી છે ધોનીને ખોટ!

કેપ્ટનશિપ, વિકેટકીપિંગમાં નહીં, કોહલીને આ કારણથી પડી રહી છે ધોનીને ખોટ!

ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની માઇકલ વોને વિરાટ કોહલી પર નિશાન સાધતા કહ્યું હતું કે વિરાટ નંબર 1 બેટ્સમેન છે પણ રિવ્યુ લેવામાં તે સૌથી પાછળ છે

 • Share this:
  વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ભલે ઘણા બધા રન બનાવી લીધા હોય પણ આ મામલે તેને સાવ નવો નિશાળિયો ગણવામાં આવે છે. ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની માઇકલ વોને વિરાટ કોહલી પર નિશાન સાધતા કહ્યું હતું કે વિરાટ નંબર 1 બેટ્સમેન છે પણ રિવ્યુ લેવામાં તે સૌથી પાછળ છે.

  માઇકલ વોને ટ્વિટ કરતા કહ્યું હતું કે વિરાટ દુનિયાનો બેસ્ટ બેટ્સમેન છે પણ તે સૌથી ખરાબ રિવ્યુ લેનાર સુકાની છે.

  માઇકલ વોને ટ્વિટર પર આ વાત ઓવલ ટેસ્ટ દરમિયાન વિરાટ કોહલીની કેપ્ટનશિપ જોઈને કરી હતી. વિરાટ કોહલીએ ફક્ત બે ઓવરની અંદર ખોટા રિવ્યુ લઈને પોતાના બંને રિવ્યુ ગુમાવી દીધા હતા. વિરાટે 10મી ઓવરમાં કિટોન જેનિંગ્સ અને 12મી ઓવરમાં એલિસ્ટર કૂક સામે રિવ્યુ લીધો હતો અને બંને સમયે નિર્ણય ટીમ ઇન્ડિયાની વિરુદ્ધમાં ગયા હતા.  સ્પષ્ટ છે કે વિરાટ કોહલીને રિવ્યુ મામલે ધોનીની ખોટ પડી રહી છે. વન-ડે ક્રિકેટમાં ધોની વિકેટકીપર હોય છે અને દરેક ડીઆરએસ નિર્ણયમાં તેનો મોટો રોલ હોય છે. વન-ડેમાં વિરાટ દરેક ડીઆરએસ નિર્ણયમાં ધોની પર વિશ્વાસ રાખે છે. ધોની ડીઆરએસના મામલે હંમેશા સાચો સાબિત થયા છે અને આ કારણે જ ડીઆરએસને લોકો ધોની રિવ્યુ સિસ્ટમ કહે છે. ટેસ્ટ ક્રિકેટમાં ધોનીની ગેરહાજરી વિરાટ કોહલીની ઘણી પરેશાની કરી છે તેના મોટાભાગના રિવ્યુ ખોટા સાબિત થઈ રહ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: