Home /News /sport /

‘વિરાટ’ કોહલી આગળ ક્યાંય ટકતા નથી સ્મિથ-રુટ, સચિન પણ રહ્યો પાછળ

‘વિરાટ’ કોહલી આગળ ક્યાંય ટકતા નથી સ્મિથ-રુટ, સચિન પણ રહ્યો પાછળ

    વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે નોટિંઘમ વન-ડેમાં 75 રનની મહત્વની ઇનિંગ્સ રમી હતી. ટીમ ઇન્ડિયાની જીત સિવાય આ મેચ એટલા માટે ખાસ હતી કે વિરાટ કોહલીએ વર્ષ 2018માં એક હજાર આંતરરાષ્ટ્રીય રન પુરા કર્યા હતા. તે 2010થી સતત આવી સિદ્ધિ મેળવી રહ્યો છે, જે એક રેકોર્ડ છે.

    વર્લ્ડ ક્રિકેટમાં વિરાટ કોહલીને વર્તમાન સમયમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન કહેવામાં આવે છે. તેની સરખામણી ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથ, ન્યૂઝીલેન્ડના કેન વિલિયમ્સન અને ઇંગ્લેન્ડના જો રુટ સાથે થાય છે. નિશ્ચિત રૂપે સ્મિથ, વિલિયમ્સન અને રુટ બેસ્ટ બેટ્સમેન છે અને આ એકસમયે વિરાટ કોહલીથી આગળ હતા. જોકે હવે સમય બદલાઈ ગયો છે અને તે આ બધાથી ઘણો આગળ નિકળી ગયો છે.

    આવી રીતે આગળ નિકળ્યો વિરાટ
    2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવેલા વિરાટ કોહલીને પ્રથમ વર્ષે ફક્ત પાંચ મેચમાં રમવાની તક મળી હતી. જેમાં તેણે 159 રન બનાવ્યા હતા. 2009માં તેણે 10 મેચમાં 325 રન બનાવ્યા હતા. કોહલીએ 2010થી એક અલગ ઓળખ બનાવી હતી. તેણે 2010માં ત્રણેય ફોર્મેટમાં 27 મેચ રમતા ત્રણ સદીની મદદથી 1021 રન બનાવ્યા હતા. તે સમયે પ્રથમ વખત વિરાટે એક વર્ષમાં હજાર રન પુરા કર્યા હતા.

    આ પછી તેણે પાછળ ફરીને જોયું નથી. 2011માં વિરાટે 43 મેચમાં 1644 રન (4 સદી), 2012માં 40 મેચમાં 2186 રન (8 સદી), 2013માં 43 મેચમાં 1913 રન (6 સદી), 2014માં 38 મેચમાં 2286 રન (8 સદી), 2015માં 31 મેચમાં 1307 રન (4 સદી), 2016માં 37 મેચમાં 2595 રન (7 સદી), 2017માં 46 મેચમાં 2818 રન (11 સદી), 2018માં અત્યાર સુધી 17 મેચમાં ચાર સદીની મદદથી 1065 રન બનાવી ચૂક્યો છે.

    કેન, રુટ અને સ્મિથની ત્રિપુટી
    2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર કેન વિલિયમ્સને અત્યાર સુધી છ વખત વર્ષમાં 1000થી વધારે રન બનાવ્યા છે. 2018માં કેનના નામે 20 મેચમાં 707 રન છે. 2012માં ક્રિકેટના મેદાનમાં ઉતરનાર રુટ પણ છ વખત એક હજાર રન બનાવી ચૂક્યો છે. આ વર્ષે તે 25 મેચમાં 1031 રન બનાવી ચૂક્યો છે.

    2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર સ્ટિવ સ્મિથ ચાર વખત એક વર્ષમાં હજાર રન બનાવી ચૂક્યો છે. આ ત્રણેય ક્રિકેટરો કરતા વિરાટ કોહલી હાલ આગળ છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Batsman, Record, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन