Home /News /sport /ઈંગ્લેન્ડ પહોંચીને એક વીડિયોએ વિરાટમાં ભરી દીધી 'આગ', હવે ટીમ ઈન્ડિયાની જીત નક્કી!

ઈંગ્લેન્ડ પહોંચીને એક વીડિયોએ વિરાટમાં ભરી દીધી 'આગ', હવે ટીમ ઈન્ડિયાની જીત નક્કી!

    ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડની સરજમીન પર પગ મૂકી ચૂકી છે. ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 3 જૂલાઈથી પ્રવાસની શરૂઆત કરવાની છે અને આ પહેલા વિરાટ કોહલીની સેના આર્યલેન્ડ સામે બે ટી-20 મેચોની સિરીઝ રમશે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડના પ્રવાસ પર જીત માટે બિલકૂલ તૈયાર છે. તેમને ઈંગ્લિશ ધરતી પર તિરંગો લહેરાવવાની પ્રેરણા મળી ચૂકી છે, જેનો પુરાવો તેમને ઈન્સ્ટગ્રામ એકાઉન્ટ પર આપ્યો છે.

    ઈંગ્લેન્ડ પહોંચતાની સાથે જ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ગુરૂ મહાન ફુટબોલર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને યાદ કર્યો. વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્લ્ડકપ 2018માં રમાયેલ પોર્ટૂગલ અને સ્પેનની એક મેચનો વીડિયો અપલોડ કર્યો, જેની અંતિમ ક્ષણોમાં રોનાલ્ડોએ ફ્રિ કિક પર ગોલ ફટકારીને સ્પેનને જીત મેળવવા ન દીધી અને તે મેચ 3-3થી ડ્રો કરી દીધી હતી.



    Self belief, determination, courage and pure passion. The G.O.A.T. @cristiano


    A post shared by Virat Kohli (@virat.kohli) on






    વિરાટ કોહલીએ રોનાલ્ડોના ગોલનો એક વીડિયો અપલોડ કરતાં લખ્યું, આત્મવિશ્વાસ, દંઢ સંકલ્પ, સાહસ અને જનૂન, GOAT(ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ) ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તમને જણાવી દે વિરાટ કોહલી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જેમ જ પોતાની ફિટનેસ પર ધ્યાન આપે છે. વિરાટ કોહલીને રોનાલ્ડોની ફિટનેસ સૌથી સારી લાગે છે. આમ તો હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ ખેલાડી ડ્વેન બ્રાવોએ વિરાટને ક્રિકેટનો રોનાલ્ડો કર્યો હતો.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: IND Vs ENG, વિરાટ કોહલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन