Home /News /sport /Virat Kohli Injured: ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખરાબ સમાચાર, હર્ષલ પટેલના બોલ પર વિરાટ થયો ઈજાગ્રસ્ત

Virat Kohli Injured: ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખરાબ સમાચાર, હર્ષલ પટેલના બોલ પર વિરાટ થયો ઈજાગ્રસ્ત

વિરાટ કોહલી (પ્રતિકારાત્મક તસવીર)

T20 World Cup Semi Final : ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થયો છે. નેટ પ્રેક્ટિસ કરતી વખતે હર્ષલ પટેલનો બોલ વિરાટ કોહલીના ગ્રોઈનમાં (જાંઘનો સાંધો) વાગ્યો હતો.

વધુ જુઓ ...
    T20 World Cup Semi Final : ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થયો છે. નેટ પ્રેક્ટિસ કરતી વખતે હર્ષલ પટેલનો બોલ વિરાટ કોહલીના ગ્રોઈનમાં (જાંઘનો સાંધો) વાગ્યો હતો. અહેવાલો અનુસાર, વિરાટ કોહલી ખરાબ રીતે ઘાયલ થયો છે અને તેણે નેટ પ્રેક્ટિસ અધવચ્ચે જ છોડી દીધી છે અને મેદાનની બહાર નીકળી ગયો છે.

    વિરાટ કોહલીની ઈજા અંગે હજુ સુધી વધુ માહિતી સામે આવી નથી. વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા નેટ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. હર્ષલ પટેલના એક ઝડપી બોલે વિરાટ કોહલીના ગ્રોઇનમાં ઈજા પહોંચાડી હતી. વિરાટ કોહલી ઈજા બાદ તરત જ મેદાનની બહાર નીકળી ગયો હતો. ટીમ મેનેજમેન્ટ દ્વારા વિરાટ કોહલીને લઈને ટૂંક સમયમાં અપડેટ જારી કરવામાં આવી શકે છે.

    આ પણ વાંચો: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા શોએબ મલિક સાથે લેશે છુટાછેડા!, સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ

    તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની ઈજા ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વિરાટ કોહલીના પ્રદર્શનનો ચમત્કાર છે કે ટીમ ઈન્ડિયા ગ્રુપમાં ટોપ પર રહીને સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી. વિરાટ કોહલી એ કદનો ખેલાડી છે જેનું સ્થાન અન્ય કોઈ ખેલાડી લઈ શકે તેમ નથી.

    આ પહેલા મંગળવારે કેપ્ટન રોહિત શર્મા પણ નેટ પ્રેક્ટિસ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, રોહિત શર્મા થોડા સમય બાદ મેદાન પર પાછો ફર્યો હતો. રોહિત શર્માએ બુધવારે તેની ફિટનેસ અપડેટ જાહેર કરી છે. રોહિત શર્માએ કહ્યું છે કે તે સેમિફાઇનલ મેચ રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन
    विज्ञापन