IPL 2021: વિરાટ કોહલીની કારકિર્દી IPL ટ્રોફી વગર ખતમ થશે! 200મી મેચમાં મળી સૌથી મોટી હાર

IPL 2021: વિરાટ કોહલી IPLની ચાલુ સીઝનમાં માત્ર એક અડધી સદી ફટકારી શક્યો છે. (તસવીર- PTI)

Virat Kohli કેપ્ટન તરીકે IPLમાં 133માંથી માત્ર 60 મેચ જીતી શક્યો, શું આ સીઝનમાં તેનું ટાઇટલ જીતવાનું સપનું પૂરું થશે?

  • Share this:
    નવી દિલ્હી. વિરાટ કોહલી (Virat Kohli) માટે છેલ્લા કેટલાક દિવસ સારા નથી રહ્યા. પહેલા તેણે એલાન કર્યું કે તે ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup) બાદ ટીમ ઈન્ડીયાની (Team India) ટી-20 ટીમની કેપ્ટન્સી છોડી દેશે. બાદમાં કહ્યું કે, IPL 2021 બાદ તે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની (Royal Challengers Bangalore- RCB) કેપ્ટન્સી પણ નહીં સંભાળે. હવે ટી-20 લીગના બીજા ચરણની પહેલી મેચમાં ટીમને KKRએ 9 વિકેટથી પછાડી દીધું. આ કોહલીની RCB તરફથી 200મી મેચ હતી અને KKRને સૌથી મોટી જીત મળી. KKRએ 60 બોલ બાકી હતા ત્યારે આ મેચ જીતી લીધી. આ KKRની પણ 200મી IPL મેચ હતી.

    વિરાટ કોહલી ખેલાડી તરીકે પણ અત્યાર સુધી IPLનું ટાઇટલ નથી જીતી શક્યો. આ ટી-20 લીગની 14મી સીઝન છે. કોહલીએ ખેલાડી તરીકે પહેલી મેચ KKRની વિરુદ્ધ 18 એપ્રિલ, 2008ના રોજ રમી હતી અને ટીમે 140 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રનના હિસાબથી આજે પણ KKRની સૌથી મોટી જીત છે. ત્યારબાદ કોહલી IPLનું ટાઇટલ નથી જીતી શક્યો. હવે જ્યારે LLRએ 60 બોલ બાકી હતા ત્યારે સૌથી મોટી જીત નોંધાવી છે તો શું કોહલીને ફરી ટાઇટલ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે?

    આ પણ વાંચો, IPL 2021 KKR vs RCB: કોલકત્તા નાઈટ રાઈડર્સનું જોરદાર કમબેક, RCBને 9 વિકેટે આપી મ્હાત

    કેપ્ટન તરીકે રેકોર્ડ ખૂબ જ ખરાબ

    વિરાટ કોહલી કેપ્ટન તરીકે IPLમાં 133માંથી માત્ર 60 મેચ જીતી શક્યો છે. એટલે કે માત્ર 48 ટકા. આ લીગના દિગ્ગજ કેપ્ટનની તુલનામાં ખૂબ જ ખરાબ પ્રદર્શન છે. CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ (MS Dhoni) 196 મેચમાંથી 116 જીતી છે. તે લગભગ 59 ટકા છે. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ 123માંથી 72 મેચ જીતી છે. લગભગ 60 ટકા. સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાય બંનેએ 50થી વધુ મેચમાં કેપ્ટન્સી કરી છે. તેમના જીતની ટકાવારી 50%થી વધુ રહી છે.

    આ પણ વાંચો, BCCIનો મહત્ત્વનો નિર્ણય: ભારતીય ક્રિકેટરોના પગારમાં થશે વધારો, જાણો કોને મળશે કેટલી રકમ

    કોહલી બેટિંગમાં પણ નિષ્ફળ

    વિરાટ કોહલી KKRની વિરુદ્ધ ઓપનર તરીકે ઉતર્યો હતો. પરંતુ તે માત્ર 5 રન કરી શક્યો હતો. હાલની સીઝનમાં તેની બેટિંગમાં ફોર્મ જોવા મળ્યું નથી. તે 8 મેચમાં 29ની સરેરાશથી 203 રન જ કરી શક્યો છે. માત્ર એક અડધીસદી ફટકારી છે. સ્ટ્રાઇક પણ 122ની છે. તે ઓવરઓલ રન કરવાના મામલમાં 16મા નંબર પર છે. 4 ખેલાડી 300થી વધુ રન બનાવી ચૂક્યા છે. દિલ્હી કેપિટલ્સનો (Delhi Capitals) શિખર ધવન (Shikhar Dhawan) 380 રનની સાથે ટૉપ પર છે. ટી-20 વર્લ્ડ કપમાં કોહલી ઓપનિંગ કરશે એવી ચર્ચા છે. આ પહેલા તેણે પોતાનું પ્રદર્શન સુધારવું પડશે.
    Published by:Mrunal Bhojak
    First published: