Home /News /sport /VIDEO: ઓહ માય ગોડ! આ એંગલથી કોહલીની સિક્સ જોઈ નહીં હોય, ધોનીનો હેલિકોપ્ટર શૉટ પણ ભૂલી જશો

VIDEO: ઓહ માય ગોડ! આ એંગલથી કોહલીની સિક્સ જોઈ નહીં હોય, ધોનીનો હેલિકોપ્ટર શૉટ પણ ભૂલી જશો

રૌફ સામે વિરાટ કોહલીની દમદાર સિક્સર

પાકિસ્તાનના વખણાતા બોલર હારીસ રૌફની બોલિંગમાં વિરાટ કોહલીએ જે સિક્સર ફટકારી હતી એ તો એને વર્ષો સુધી યાદ રહેશે. બેક સાઈડ એંગલથી આ શૉટ જોરદાર લાગે છે. જુઓ આ VIDEO

ICC T20 World Cup માં ભારતીય ક્રિકેટ ટીમની (Indian Cricket Team) પાકિસ્તાન સામેની રોમાંચક જીતની અત્યાર સુધી ચર્ચા થઈ રહી છે. 23 ઓક્ટોબરે વિરાટ કોહલીના અણનમ 82 રનની મદદથી ટીમને જીત અપાવી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે હરિસ રઉફને જે સિક્સર ફટકારી હતી તેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. પૂર્વ કેપ્ટન કપિલ દેવે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની સિક્સરોની સરખામણી પણ કરી છે.

પાકિસ્તાન સામે પાવર પેક પર્ફોર્મન્સ

રવિવારે (23 ઓક્ટોબર) રમાયેલી મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ભારત સામે 8 વિકેટે 159 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ભારતે 31 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી હાર્દિક પંડ્યા સાથે મળીને વિરાટ કોહલીએ પ્રથમ દાવ લીધો હતો અને ત્યાર બાદ ભારતે 53 બોલમાં 82 રનની અણનમ ઇનિંગના આધારે છેલ્લા બોલ પર રોમાંચક વિજય નોંધાવ્યો હતો.

પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના ફેંસ માટે ખુશીના સમાચાર એ છે કે કિંગ ફરી ગજબ ફોર્મમાં આવી ગયો છે અને આ વખતે તો વર્લ્ડક્લાસ બોલિંગ લાઇન અપને પણ ધ્રુજાવી રહ્યો છે. હરિસ રૌફ પાકિસ્તાનનો ક્લાસ બોલર છે અને તેને કોહલીએ જે સિક્સર મારી હતી બોસ! ફેંસ તો કાયલ થઈ ગયા હતા. એમાં પણ એક અલગ એંગલથી આ સિક્સનો વિડીયો વાયરલ થયો છે. જુઓ અ વિડીયો.



વિરાટ કોહલી ફરી એકવાર T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ટોપ-10માં પહોંચી ગયો છે. આઈસીસીની તાજેતરની રેન્કિંગમાં તે 9મા સ્થાને છે. વિરાટે છ સ્થાનની છલાંગ લગાવી છે. T20 વર્લ્ડ કપ પહેલા જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં વિરાટ 15મા ક્રમે હતો. અહીં ખાસ વાત એ છે કે છેલ્લા બે મહિનામાં વિરાટે પોતાની રેન્કિંગમાં 26 સ્થાનનો સુધારો કર્યો છે. ઓગસ્ટ 2022 માં એશિયા કપ પહેલા તે T20I રેન્કિંગમાં 35મા સ્થાને હાજર હતો.

અફઘાનિસ્તાન સામે શાનદાર સદી

એશિયા કપ 2022 પહેલા વિરાટ લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ હતો. તેના બેટમાંથી રન નીકળી શક્યા ન હતા. આ જ કારણ હતું કે એક સમયે T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં નંબર-1 પર રહેનાર બેટ્સમેન ઓગસ્ટ 2022માં 35મા ક્રમે સરકી ગયો હતો. એશિયા કપ 2022માં વિરાટ એક પછી એક ટૂંકી ઇનિંગ્સ સાથે ફોર્મમાં પાછો ફર્યો અને છેલ્લી મેચમાં અફઘાનિસ્તાન સામે શાનદાર સદી ફટકારી.

આ પણ વાંચો: અમારી પાસે સાચુકલા મી. બીન નથી પણ ક્રિકેટનો જુસ્સો સાચો છે, પાક.ની હાર બાદ PMના નિવેદનથી ચર્ચા

ફરી ટોપ-10માં પોતાનું સ્થાન મેળવી લીધું

એશિયા કપ બાદથી વિરાટ સતત રન બનાવી રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટી20 શ્રેણીમાં અડધી સદી ફટકારી હતી. આ બેક ટુ બેક મજબૂત ઇનિંગ્સના કારણે વિરાટ ટોપ-15માં સામેલ થયો. હવે T20 વર્લ્ડ કપ 2022ની પહેલી જ મેચમાં તેણે પાકિસ્તાન સામે 53 બોલમાં 82 રનની શાનદાર ઇનિંગ રમીને ફરી ટોપ-10માં પોતાનું સ્થાન મેળવી લીધું છે.



T20I માં સૌથી વધુ રન
વિરાટ કોહલી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 110 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 51.97ની બેટિંગ એવરેજથી 3794 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટનો સ્ટ્રાઈક રેટ 138.41 રહી છે. વિરાટે ટી20માં એક સદી અને 34 અડધી સદી ફટકારી છે.
First published:

Tags: Ind Vs Pak, India Vs Pakistan, Pakistan cricket team, Six, Virat, Virat kohli innings