IND Vs SA : કેપ્ટન દબાવી રહ્યો છે ગબ્બરનું માથું, જુઓ વાયરલ વીડિયો

Mujahid Tunvar
Updated: February 25, 2018, 9:31 PM IST
IND Vs SA : કેપ્ટન દબાવી રહ્યો છે ગબ્બરનું માથું, જુઓ વાયરલ વીડિયો

  • Share this:
સાઉથ આફ્રિકા વિરૂદ્ધ વનડે મેચમાં વિરાટ કોહલીના કારણે આઉટ થવા પર શિખર ધવન ડ્રેસિંગ રૂમમાં ખુબ જ ગુસ્સામાં નજરે પડ્યો હતો. આ જોઈને ફેન્સને લાગ્યું કે, ગબ્બર કેપ્ટન વિરાટથી ખુબ જ નારાજ છે, પરંતુ એકવાર ફરીથી દિલ્હીના આ ક્રિકેટરોની દોસ્તી કેમેરામાં કેદ થઈ ગઈ. ત્રીજી ટી-20 મેચમાં શિખર ધવન પોતાની અર્ધશતક માત્ર ત્રણ રનથી ચૂકી ગયો હતો. ધવન 40 બોલમાં 3 ફોરની મદદથી 47 રન બનાવીને આઉટ થયો હતો.

19.4 ઓવરમાં ટીમ ઈન્ડિયા 168 રન બનાવીને રમી રહી હતી અને તેને 7 વિકેટ ગુમાવી ચૂકી હતી. કેમેરો જ્યારે ડ્રેસિંગ રૂમની તરફ ફર્યો તો વિરાટ કોહલી, શિખર ધવનનો માથું દબાવી રહ્યો હતો. કોહલી આ મેચમાં પીઠ દર્દના કારણે રમી રહ્યો નહતો. આ નજારાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, દિલ્હીના આ બે બેટ્સમેનોની દોસ્તીમાં આજે પણ કોઈ જ ખટ્ટાસ આવી નથી.

જણાવી દઈએ કે, શનિવારે (24 ફેબ્રુઆરી)એ ન્યૂલેન્ડ ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ હરાવીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરોમાં સાત વિકેટના નુકશાન પર 172 રન બનાવ્યા, આ ટાર્ગેટને મેળવવા માટે મેજબાન ટીમ માત્ર સાત રનોથી ચૂકી ગઈ. આ જીત સાથે ભારતે ત્રણ T-20 મેચોન સિરીઝને 2-1થી પોતાના નામે કરી લીધી હતી.
First published: February 25, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading