ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા વિરાટ કોહલીએ કોરોના વેક્સિનને પહેલો ડોઝ લીધો, લોકોને કરી ખાસ અપીલ

ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા વિરાટ કોહલીએ કોરોના વેક્સિનને પહેલો ડોઝ લીધો, લોકોને કરી ખાસ અપીલ

  • Share this:
    નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ ટીમમા કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા કોરોના વેક્સિન (Corona Vaccine)નો પહેલો ડોઝ લઈ લીધો છે. તેના પહેલા અજિંકય રહાણે (Ajinkya Rahane)અને શિખર ધવન (Shikhar Dhwan)પણ કોરોનાની વેક્સિન લઈ ચૂક્યા છે. જ્યારે ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) વેક્સિન લેનાર ભારતીય ટીમના પહેલા સભ્ય હતા. જેમણે કોરોના વેક્સિન લીધી હતી. શાસ્ત્રીએ માર્ચમાં જ વેક્સિનનો ડોઝ લઈ લીધો હતો.

    કોહલીએ કોરોના વેક્સિન લગાવતી વખતેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ સાથે તેણે લોકોને પણ વેક્સિન લગાવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યુ કે, જે લોકો વેક્સિન વેક્સિન લગાવવા માટેના દાયરામાં જે લોકો આવે છે તે લોકોએ વેક્સિન લેવી જોઇએ. જેથી કોરોના વાયરસને રોકતો ફેલાવી શકાય. ઈશાંત શર્મા અને તેની પત્ની પ્રતિભાએ પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે.





    ઈશાંતે તેના ટ્વિટર પેજ પર લખ્યું છે કે, હું આ માટે આભારી છું અને આ કામ સાથે સંકળાયેલા તમામ લોકોનો પણ આભાર માનું છું. સિસ્ટમની સુગમતાથી ખુશ. શક્ય તેટલું જલદી બધા રસીકરણ કરાવો. ધવનને પણ થોડા દિવસો પહેલા કોરોના રસી મળી હતી. ત્યારે તેમણે પણ લોકોને રસી જલ્દીથી કરાવવા અપીલ કરી હતી. આ કોરોનાને રોકવામાં મદદ કરશે.



    ટીમ ઇન્ડિયા 2 જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થશે. આ પહેલા પણ, ખેલાડીઓ કોરોના રસી લગાવી રહ્યા છે. પ્રવાસ પહેલા ટીમના તમામ સભ્યો મુંબઇમાં ભેગા થઈ જશે અને અહીંની હોટલમાં 8 દિવસ માટે એકલતામાં રહેશે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડના સાઉધમ્પ્ટન ખાતે 18 થી 22 જૂન દરમિયાન ન્યુઝીલેન્ડ સામે ડબ્લ્યુટીસીની ફાઇનલ રમવાનું છે. આ પછી ટીમ ઈન્ડિયા ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે. તેની શરૂઆત 4 ઓગસ્ટથી નોટિંગહામમાં થશે. છેલ્લી મેચ માન્ચેસ્ટરમાં રમાશે.
    Published by:kuldipsinh barot
    First published:May 10, 2021, 16:11 IST

    ટૉપ ન્યૂઝ