Home /News /sport /Virat Kohli Fight VIDEO: કોહલીની વિકેટ લઈને બોલરે કરી આછકલાઇ, વિરાટે મેદાન પર જ સાંભળવી, કોણ વચ્ચે પડ્યું જુઓ
Virat Kohli Fight VIDEO: કોહલીની વિકેટ લઈને બોલરે કરી આછકલાઇ, વિરાટે મેદાન પર જ સાંભળવી, કોણ વચ્ચે પડ્યું જુઓ
વિરાટ કોહલી ફાઇટ
INDIA VS BANGLADESH: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશી બોલર તાઈજૂલ ઇસ્લામે વિરાટ કોહલીની વિકેટ બાદ એવું વર્તન કર્યું હતું કે મેદાન પર જ જગડો થઈ ગયો હતો.
ભારત અને બાંગ્લાદેશની બીજી ટેસ્ટ (IND vs BAN) રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમને ચોથી ઇનિંગમાં જીતવા માટે 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ બાંગ્લાદેશે બોલ સાથે જબરદસ્ત શરૂઆત કરી હતી. તેણે ભારતના ટોપ-4 બેટ્સમેનોને એક પછી એક પેવેલિયન મોકલ્યા. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા દિવસે છેલ્લી વિકેટ તરીકે માત્ર એક રન બનાવીને મેહદી હસન મિરાજનો શિકાર બન્યો હતો. આ પહેલા કેપ્ટન કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા અને શુભમન ગિલ પણ વાપસી કરી ચૂક્યા હતા.
બાંગ્લાદેશના ખેલાડી સાથે દલીલ
આઉટ થયા બાદ વિરાટ કોહલીનો બાંગ્લાદેશના ખેલાડી સાથે ઝઘડો થયો હતો. બાંગ્લાદેશના તૈજુલ ઈસ્લામે આઉટ થયા બાદ વિરાટ કોહલીને કંઈક કહ્યું. આનાથી નારાજ વિરાટ કોહલી તેની તરફ જવા લાગ્યો. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન અને બંને અમ્પાયરોએ આવીને વિરાટ કોહલીને રોક્યો હતો. આ પછી વિરાટ શાકિબને કંઈક કહેતો જોવા મળ્યો અને અમ્પાયરે તેને પેવેલિયન તરફ જવા કહ્યું.
વિરાટ કોહલી જયારે પેવેલિયન પરત ફર્યા ત્યારબાદ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને તેના પ્રીમિયર સ્પિનર તૈજુલ ઈસ્લામ સાથે વાત કરી હતી. શાકિબ તેને કંઈક સમજાવતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલી 22 બોલમાં માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. તે મેહિદી હસનના બોલ પર મોમિનુલ હકના હાથે કેચ આઉટ થયો હતો.
આઉટ થવાના ત્રણ ઓવર પહેલાં અમ્પાયરે તૈજુલ ઈસ્લામના બોલ પર વિરાટ કોહલીને આઉટ આપ્યો હતો. પરંતુ વિરાટે તરત જ ડીઆરએસ લઈ લીધું. રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે, બોલ તેના બેટની કિનારીના પેડ સાથે અથડાયો હતો. આ કારણે તેને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ આ પછી પણ તે કંઈ ખાસ કરી શક્યો નહીં અને પેવેલિયન પરત ફર્યો. સિરીઝની ચાર ઇનિંગ્સમાં વિરાટના બેટથી 15ની એવરેજથી 45 રન થયા છે.
" isDesktop="true" id="1307760" >
જ્યારે વિરાટ કોહલીને મેહિદી હસન મિરાઝે આઉટ કર્યો હતો. ત્યારબાદ કોહલીએ શાકિબ અલ હસન સાથે થોડા શબ્દોની આપ-લે કરી, જેના કારણે તેના ચહેરા પર બાંગ્લાદેશના ફિલ્ડરોની ઉજવણી પ્રત્યે કોહલીની નારાજગીથી આ દ્રશ્યમાં જોવા મળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર