આ વ્યક્તિનો ફેન છે વિરાટ, મળી ના શક્યો તો મોકલી આપી શાનદાર ગિફ્ટ

Margi | News18 Gujarati
Updated: November 28, 2017, 5:33 PM IST
આ વ્યક્તિનો ફેન છે વિરાટ, મળી ના શક્યો તો મોકલી આપી શાનદાર ગિફ્ટ

  • Share this:

ઈલેક્ટ્રોનિક ડાંસ મ્યૂઝિક (ઈડીએમ)ને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી કેટલું પસંદ કરે છે, તે જગજાહેર છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે, વિરાટ કોહલી ડિજે કાયગોના ખુબ જ મોટા ફેન્સ છે. કાયગો નોર્વેથી છે અને તેઓ હાલમાં સનબર્ગ ટૂર માટે ભારતના પ્રવાસે છે. રવિવારે તે મુંબઈમાં હતો. શ્રીલંકા વિરૂદ્ધ ચાલી રહેલ ટેસ્ટ સિરીઝના કારણે ભારતીય કેપ્ટન કોન્સર્ટ મિસ કરવું પડ્યું હતું. પરંતુ વિરાટે કાયગો માટે એક સ્પેશ્યલ હેમ્પર મોકલ્યું હતું. એત બાસ્કેટમાં વિરાટે કાયગો માટે એ સ્ટાર સ્પીકર અને હેડફોન્સ મોકલ્યા હતા. આ પહેલી વાર નછી કે, ભારતીય કેપ્ટને ખુલીને ઈડીએમ માટે પ્રેમ દર્શાવ્યું છે. આ પહેલા પણ તેમને બેલ્ઝિનાના ડિજે દિમિત્રી વેગાસ અને લાઈક માઈકના પેટભરીને વખાણ કર્યા હતા.


શ્રીલંકા વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચમાં વિરાટે શાનદાર પ્રદર્શન કરતાં 18 મહિના બાદ બેવડી સદી ફટકારી હતી. વિરાટે શાનદાર પ્રદર્શન કરીને તેના ટિકાકારોની પણ બોલતી બંધ કરી દીધી હતી. શ્રીલંકા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ બાદ વનડે અને ટી-20 સીરીઝ થવાની છે. ભારત આવતા વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે ત્યાં ત્રણ ટેસ્ટ, 6 વનડે અને 3 ટી-20 મેચ રમવાની છે. હાલમાં જ વિરાટથી પૂછવામાં આવ્યું હતું કે, શું તેમને પણ આરામની જરૂરત છે, તો કોહલીએ કહ્યું કે, બિલકુલ મને આરામની જરૂરત છે. કોહલીએ કહ્યું હતું કે, હું કોઈ રોબોર્ટ નથી, તમે મારી ખાલ ઉતારીને જોઈ શકો છો મારા અંદરથી પણ લોહી નિકળશે.

First published: November 28, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading