વિરાટ કોહલીના હમશકલનીની આવી રહી છે ફિલ્મ, કઇ હીરોઇન છે સાથે

 • Share this:
  વિરાટ કોહલીનો ડુપ્લિકેટ અમિત મિશ્રાએ થોડા સમય પહેલા ઘણો ચર્ચામાં રહ્યો હતો. ભારતની એક ટેસ્ટ મેચ દરમિયાન કેમેરો અમિત મિશ્રા પર આવ્યો હતો. આ પછી તેનું નસીબ બદલાઈ ગયું છે. તે જ્યાં પણ જ્યાં ત્યાં ચર્ચાનું કેન્દ્ર બને છે. વિરાટનો ડુપ્લિકેટ હવે ફિલ્મમાં પણ આવી રહ્યો છે. તેની ફિલ્મ ‘મેચ ઓફ લાઇફ’નું પોસ્ટર પણ લોન્ચ થઈ ગયું છે.

  સોશિયલ મીડિયા સનસની બની ગયેલો અમિત હવે વિશાલ મહેતાની ફિલમાં જોવા મળશે. ફિલ્મ આગામી વર્ષે ફેબ્રુઆરી કે માર્ચમાં રિલીઝ થશે. ફિલ્મના પોસ્ટરમાં અમિત મિશ્રા ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળે છે અને વિરાટના અંદાજમાં શોટ લગાવતો જોવા મળે છે. આ ફિલ્મમાં અમિષા પટેલ, શક્તિ કપુર અને રાજપાલ યાદવ પણ જોવા મળશે.  Unveiling now Releasing 2019


  A post shared by Amit Mishra (@amit_mishra9) on
  ફિલ્મનું ડાયરેક્શન સલીમ ખાન કરી રહ્યા છે. આ ફિલ્મને લઈને જનતાનો રિસ્પોન્સ કેવો રહશે તે તો આવનારો સમય જ બતાવશે પણ એટલું જરૂર છે કે વિરાટ કોહલીનો ડુપ્લિકેટ હોવાના કારણે અમિતને ફિલ્મ માટે સારી પબ્લિસિટી મળી રહી છે ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ સુધીમાં શરૂ થઈ જશે.
  Published by:Ashish Goyal
  First published: