Home /News /sport /

કોહલીએ પૂર્વ ક્રિકેટરની માતાનો બચાવ્યો જીવ, કોરોના ઈલાજ માટે આપ્યા 6.77 લાખ રૂપિયા

કોહલીએ પૂર્વ ક્રિકેટરની માતાનો બચાવ્યો જીવ, કોરોના ઈલાજ માટે આપ્યા 6.77 લાખ રૂપિયા

    નવી દિલ્લી: ક્રિકેટની દુનિયામાં સૌથી જોરદાર ક્રિકેટર માત્ર બેટીંગ જ નહિ પરંતુ એક સારો માણસ પણ છે. વિરાટ કોહલી (Virat Kohli)હંમેશા ક્રિકેટ સિવાય સમાજીક કાર્ય માટે પણ કામ કરે છે. અને લોકોની મદદ કરતો રહે છે. શ્રેષ્ઠ બેટિંગથી દિલ જીતનારા વિરાટ કોહલીએ ફરી એકવાર ચાહકોને તેમનો પ્રશંસક બનાવ્યો છે. હકીકતમાં, વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરની માતાની જિંદગી બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

    વિરાટ કોહલીએ પૂર્વ ભારતીય ક્રિકેટર કે.એસ. શ્રવંતી નાયડુની માતા એસ.કે. સુમનનું જીવન બચાવ્યું છે. ખરેખર નાયડુની માતાને કોરોના થઈ ગયો હતો. અને તેની હાલત નાજુક હતી. નાયડુની માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેની સારવાર માટે ચૂકવણી કરવા માટે વધારે પૈસા નહોતા. આવા પ્રસંગે વિરાટ કોહલીએ આ પૂર્વ મહિલા ક્રિકેટરની મદદ કરી અને તેને 6.77 લાખ રૂપિયા આપ્યા. શ્રવંતીએ બીસીસીઆઈ અને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનની મદદ માટે વિનંતી પણ કરી હતી.

    આ પણ વાંચો: જો WTC Final ડ્રો અથવા ટાઇ થઈ તો શું થશે? BCCIએ ICCને પૂછ્યો નિયમ

    વિરાટ કોહલીને ટ્વિટર દ્વારા શ્રવંતીની આર્થિક મુશ્કેલીઓ વિશે જાણ થઈ હતી. હકીકતમાં બીસીસીઆઈના સાઉથ ઝોનના પૂર્વ કન્વીનર એન વિદ્યા યાદવે એક ટ્વિટમાં શ્રવંતીની માતા માટે મદદ માંગી હતી, જેમાં તેણે વિરાટ કોહલીને પણ ટેગ કર્યા હતા. વિરાટ કોહલીએ તરત જ તેના ટ્વિટનો જવાબ આપ્યો અને શ્રવંતીની માતાની મદદ માટે આગળ આવ્યા. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે પણ શ્રવંતીની માતા માટે પૈસા જમા કરાવ્યા હતા અને વિરાટ કોહલીને પણ આ વિશે કહ્યું હતું.

    આ પણ વાંચો: ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં લેશે કોરોના રસીનો બીજો ડોઝ, UK હેલ્થ ડિપાર્ટમેન્ટ રાખશે નજર

    તાજેતરમાં વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે મળીને કોરોના દર્દીઓની સહાય માટે 11 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. અનુષ્કા અને વિરાટ કોહલીએ જાતે 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. આ પૈસા દ્વારા ઓક્સિજન માટે લડતા દર્દીઓની મદદ કરવામાં આવી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: COVID-19, India National Cricket team, ક્રિકેટ ન્યૂઝ, વિરાટ કોહલી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन