‘મેરે દેશ કી ધરતી’ ગીત પર નાચ્યા ભારતીય ક્રિકેટર્સ, જુઓ વીડિયો

ભારત આર્મીના સભ્યો ગીતને જોર-જોરથી ગાઈ રહ્યા છે

News18 Gujarati
Updated: January 7, 2019, 8:23 PM IST
‘મેરે દેશ કી ધરતી’ ગીત પર નાચ્યા ભારતીય ક્રિકેટર્સ, જુઓ વીડિયો
‘મેરે દેશ કી ધરતી’ ગીત પર નાચ્યા ભારતીય ક્રિકેટર્સ, જુઓ વીડિયો
News18 Gujarati
Updated: January 7, 2019, 8:23 PM IST
ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વખત તેની ધરતી ઉપર ટેસ્ટ શ્રેણી જીતી હતી. આ ઇતિહાસની રચીને વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ ઉજવણી કરતી જોવા મળી હતી. સિડની મેદાનમાં ભારતીય ટીમે ડાન્સ કર્યો હતો. આ પછી હોટલમાં ભારત આર્મીએ ટીમનું સ્વાગત કર્યું હતું. આ સમયે પણ ટીમે જોરદાર ડાન્સ કર્યો હતો.

બીસીસીઆઈના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા સહિત કેટલાક ક્રિકેટર્સ ‘મેરે દેશ કી ધરતી સોના-ઉગલે’ ગીત ગાઈ રહ્યા છે અને ડાન્સ કરી રહ્યા છે. વીડિયોમાં ચેતેશ્વર પૂજારા, ઇશાંત શર્મા અને લોકેશ રાહુલ પણ જોવા મળે છે. આ સાથે ભારત આર્મીના સભ્યો પણ ગીતને જોર-જોરથી ગાઈ રહ્યા છે.આ પણ વાંચો - જીત પછી ટીમ ઇન્ડિયાએ આવી રીતે કરી ઉજવણી, પૂજારા કેમ રહ્યો પાછળ

ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટ ડ્રો રહી હતી. આ સાથે જ ભારતે ચાર ટેસ્ટની શ્રેણી 2-1થી જીતી લીધી હતી.
First published: January 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...