Home /News /sport /‘મહેફિલ જમા દી ગુરુ’ કોહલીએ મેદાન વચ્ચે ડાંસ કરી ધૂમ મચાવી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

‘મહેફિલ જમા દી ગુરુ’ કોહલીએ મેદાન વચ્ચે ડાંસ કરી ધૂમ મચાવી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

વિરાટ કોહલીનો વાયરલ વીડિયો

India vs Australia: વિરાટ કોહલીને એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે મેદાન વચ્ચે ડાંસ કરતો જોવા મળી રહ્યો છે.

નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે મેદાનમાં ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તે માત્ર એક પ્રકારના નહીં પરંતુ અગલ અગલ પ્રકારની એક્શન સાથે ડાંસ કરતા જોવા મળ્યો હતો. પોતાના મનપસંદ ખેલાડીના આ વીડિયોને ભારતીય ચોહકો ખુબ પસંદ કરી રહ્યા છે, આ સાથે સાથે તેને સોશિયલ મીડિયામાં શેર પણ કરી રહ્યા છે.

ગૃપ ચર્ચા દરમિયાન કોહલીએ કર્યો ડાંસ


ભારતીય ટીમ ટૉસ હાર્યા બાદ ફિલ્ડિંગ કરવા માટે મેદાનમાં આવી ત્યારે કોહલી ડાંસ કરતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં ખેલીડીઓ મેચ શરૂ થતા પહેલા આવી કસરત કરતા હોય છે. આ દરમિયાન કોહલીએ પોતાની બોડી સ્ટ્રેચ કરવા માટે એક નવી રીત શોધી અને મેદાન વચ્ચે ડાંસ કરી પોતાના શરીરને એક્ટિવ કર્યું હતું. આ પછી તે બધા ખેલાડીઓ સાથે ઘેરો બનાવી યોજનામાં જોડાયો હતો.

આ પણ વાંચો: વન વિભાગ આરીફ અને સ્ટોર્કની મિત્રતા વચ્ચે દુશ્મન બની આવ્યું, મિત્રના વિયોગમાં...

ઓસ્ટ્રેલિયા 269માં થયું ઢેર


ચેન્નઈમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાની ટીમે 49 ઓવરમાં 269 રન બનાવ્યા હતા. ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે મિચેલ માર્શ ફરીથી લયમાં જોવા મળ્યો હતો. તેમણે ટીમ માટે કુલ 47 બોલનો સમાનો કર્યો હતો. આ દરમિયાન 100ની સ્ટ્રાઈક રેટથી 47 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે આઠ ચોક્કા અને એક છક્કો માર્યો હતો.


હાર્દિક અને કુલદીપે ત્રણ ત્રણ વિકેલ લીધી


ભારતીય ટીમ માટે છેલ્લા મુકાબલામાં હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે ત્રણ ત્રણ વિકેટ ઝડપી લેવામાં સફળ રહ્યા હતા. આ બન્ને ખેલાડીયો સિવાય અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજે પણ બે બે વિકેટ ઝડપી હતી.
First published:

Tags: Cricketers, Indian Cricket, Virat kohali