નવી દિલ્હી : ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટીમ ઇન્ડિયાનો વન-ડે પછી ટેસ્ટ શ્રેણીમાં પરાજય થયો છે. હવે ટીમ ઇન્ડિયાનો આગામી પડકાર દક્ષિણ આફ્રિકા છે. ટીમ ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 12 માર્ચથી 3 વન-ડે મેચની શ્રેણીનો પ્રારંભ થશે. આ શ્રેણીમાં વિરાટ કોહલી(Virat Kohli)નું રમવું નક્કી નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિરાટ કોહલીને આ શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે.
રોહિત પણ હજુ સુધી ફિટ નથી - રિપોર્ટ એ પણ છે કે રોહિત શર્મા (Rohit Sharma)પણ દક્ષિણ આફ્રિકા સામે વન-ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનો ભાગ હશે નહીં. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માને ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર પિંડલીમાં ઇજા થઈ હતી અને તે વન-ડે અને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. રોહિત હજુ સુધી ફિટ નથી. જેથી સવાલ છે કે ટીમ ઇન્ડિયાની જવાબદારી કોના પર હશે?
આ પણ વાંચો - કારમા પરાજય પછી ગુસ્સે થયો વિરાટ, પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછવા પર ભડક્યો
લોકેશ રાહુલ કરશે કેપ્ટનશિપ? - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દક્ષિણ આફ્રિકા સામે વન-ડે શ્રેણીમાં શિખર ધવનની વાપસી નક્કી માનવામાં આવે છે. તે ઇજાના કારણે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ શક્યો ન હતો. વન-ડેમાં ધવન કેપ્ટનશિપ કરશે કે નહીં તે નિશ્ચિત નથી. કહેવાઇ રહ્યું છે કે કેપ્ટનશિપની રેસમાં કેએલ રાહુલ (KL Rahul)પણ આગળ છે. જેણે ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણીની અંતિમ મેચમાં રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતા ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી અને ભારતને મેચ જીતાડી હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ 12 માર્ચે ધર્મશાળામાં રમાશે. બીજી વન-ડે 15 માર્ચે લખનઉ અને ત્રીજી વન-ડે 18 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે.
Published by:Ashish Goyal
First published:March 02, 2020, 17:38 pm