ભારત અને શ્રીલંકા વચ્ચે ટી 20 સિરીઝની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીના આસામ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ભારતીય ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરીને શાનદાર શરૂઆત કરી હતી. ભારતની ઓપનિંગ જોડી તરીકે રોહિત શર્મા અને શુભમન ગિલને શાનદાર રમત જોવા મળી છે. બંને બેટ્સમેને શાનદાર અર્ધી સદી ફટકારી હતી. પણ સૌથી શાનદાર તો વિરાટ કોહલીની ઇનિંગ હતી જેણે સદી ફટકારી હતી!
પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર 73 મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી અને શ્રીલંકાના બોલરોને દોડાવ્યા હતા. તેણે 87 બોલમાં 113 રન ફટકાર્યા હતા.
Virat Kohli slams his 45th ODI ton against Sri Lanka and his 20th ODI ton on home soil equalling the record of Sachin Tendulkar of most centuries in ODIs on home soil
164 મેચોમાં 20 સાથે ઘરઆંગણે સૌથી વધુ વનડે સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. કોહલીએ માત્ર 101 મેચમાં 19 સદી ફટકારી હતી પરંતુ ઘરઆંગણે તેની છેલ્લી સદી માર્ચ 2019માં ઓસ્ટ્રેલિયા સામે આવી હતી. અને હવે તેણે 20 મી સદી ફટકારીને સચિનના રેકોર્ડની બરોબરી કરી દીધી છે. કોહલીએ અગાઉની ઘરઆંગણે ફટકારેલી સદીમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામેની શ્રેણીમાં એક પછી એક વનડે સદી ફટકારી હતી.
છેલ્લા ઘણા સમયથી ભારતના સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા અને લોકેશ રાહુલના બેટિંગ પર્ફોર્મન્સ પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. તેઓએ ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ એવી ચર્ચા ચાલી રહી છે. એટલામાં તો આ બંને ખેલાડીઓ પૂર્વ કેપ્ટન કોહલી અને વર્તમાન કેપ્ટન રોહિત શર્માએ શાનદાર પરફોર્મ કરીને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે.
" isDesktop="true" id="1317461" >
શુભમન ગિલે પણ પોતાના વન-ડે કરિયરની 5મી હાફ સેન્ચુરી ફટકારી હતી. શુભમન ગિલ 60 બોલમાં 70 રન કરીને આઉટ થયો હતો. આ પછી પણ રોહિત શર્માએ સારા શોટ્સ ફટકાર્યા હતા. જોકે તેઓ સદી ચૂક્યા હતા અને 67 બોલમાં 83 રન કરીને આઉટ થયા હતા. તો શ્રેયસ અય્યર પણ સ્કોરબોર્ડને ફરતું રાખવા માટે શોટ્સ ફટકારવામાં આઉટ થયો હતો. વિરાટ કોહલીએ વન-ડે કરિયરની 73મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર