Home /News /sport /ઓહ બાપ રે! કેપ્ટને રીતસર ઉડીને પકડી લીધો વિરાટનો કેચ, કોહલી પોતે જોતો રહી ગયો, આ રહ્યો VIDEO

ઓહ બાપ રે! કેપ્ટને રીતસર ઉડીને પકડી લીધો વિરાટનો કેચ, કોહલી પોતે જોતો રહી ગયો, આ રહ્યો VIDEO

લિટન દાસે કર્યો વિરાટ કોહલીનો કેચ

INDIA VS BANGLADESH મેચની 11 મી ઓવરમાં લિટન દાસે શાકિબ અલ હસનના બોલ પર આ ઝડપેલ આ કેચ જોઈને ખુદ વિરાટ કોહલી ચોંકી ગયો હતો. જુઓ આ VIDEO

    VIRAT KOHLI CATCH BY LITTON DAS: આજે ભારત અને બાંગલાદેશની શ્રેણીની  પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમનો ટોપ ઓર્ડર તદ્દન નિષ્ફળ ગયો હતો. ભારતીય ક્રિકેટ ફેન્સને નિરાશ કરતા ઓપનર્સ ધવન અને રોહિત શર્મા સારો સ્ટાર્ટ આપવામાં નિષ્ફળ ગયા હતા. બંને ખેલાડીઓ આઉટ થયા બાદ ભારતીય ટીમ ભારે સંકટમાં લાગી રહી હતી ત્યારે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પાસે આશા રાખવામા આવી રહી હતી.

    11મી ઓવરના બીજા બોલે રોહિત શર્મા 27 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો અને એના એક જ બોલ પછી ચોથા બોલે વિરાટ આઉટ થઈ ગયો હતો. જો કે તેનો સુપર્બ કેચ કેપ્ટન લિટન દાસે ઝડપ્યો હતો. શાકિબ અલ હસનના બોલ પર આ ઝડપેલ આ કેચ જોઈને ખુદ વિરાટ કોહલી ચોંકી ગયો હતો.



    ભારતીય ક્રિકેટ ટીમ આગામી બાંગ્લાદેશ (India vs Bangladesh) પ્રવાસ પર યજમાન ટીમ સાથે 3 ODI અને 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 4 ડિસેમ્બરે વનડે મેચથી પ્રવાસની શરૂઆત કરશે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે, સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર ભારતીય ટીમની તમામ મોટી મેચો અલગ-અલગ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવી છે. તાજેતરમાં ભારત અને ન્યુઝીલેન્ડ શ્રેણીનું લાઈવ ટેલિકાસ્ટ Amazon Prime Video પર થયું હતું પરંતુ શું તમે જાણો છો કે ભારત અને બાંગ્લાદેશ મેચનું લાઈવ ટેલિકાસ્ટ કઈ ચેનલ પર થશે? ચાલો તમને જણાવીએ...

    ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી 3 મેચની ODI અને બે મેચની ટેસ્ટ શ્રેણીનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ બાંગ્લાદેશ પ્રવાસ પર પરત ફરી રહ્યા છે, જેમને ન્યુઝીલેન્ડ પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: આબરૂનો સવાલ! ન્યૂઝીલેન્ડ સામે ODI શ્રેણીમાં પરાજય બાદ આજે બાંગલાદેશ સામે ટકરાશે ભારત, અહીં જોઈ શકશો મેચ

    આ પણ વાંચો: કોહલી-રોહિત વચ્ચે ક્યાં ગંધાયુ? સવાલ સાંભળીને સીધા જ ભડક્યા પૂર્વ કોચ શાસ્ત્રી

    સિનિયર ખેલાડીઓની વાપસી

    આ સીરીઝમાંથી કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા સિનિયર ખેલાડીઓ મેદાનમાં પરત ફરશે. આ સીરીઝ માટે ધવન પણ ટીમ સાથે છે જે ક્રાઈસ્ટચર્ચથી સીધો ઢાકા પહોંચ્યો હતો. વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા સિનિયર ખેલાડીઓ પણ ટી-20 વર્લ્ડ કપ-2022 બાદ પ્રથમ વખત મેદાન પર જોવા મળશે. આ ખેલાડીઓને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ODI ફોર્મેટમાં શિખર ધવને ટીમની કમાન સંભાળી હતી, જ્યારે T20 શ્રેણીમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ મળી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: IND Vs BAN, India vs Bangladesh, Virat kohli innings, ક્રિકેટ, બાંગ્લાદેશ, વિરાટ કોહલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन