Home /News /sport /Virat Kohli: વિરાટ કોહલીને શાહિદ આફ્રિદીએ વનડે-ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દેવાની સલાહ આપી, કારણ પણ આપ્યું
Virat Kohli: વિરાટ કોહલીને શાહિદ આફ્રિદીએ વનડે-ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દેવાની સલાહ આપી, કારણ પણ આપ્યું
વિરાટ કોહલીને શાહિદ આફ્રિદીએ કેપ્ટનશીપ છોડી દેવાની સલાહ આપી છે.
Virat Kohli: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને લાગે છે કે વિરાટ કોહલીએ સારી બેટિંગ કરવા માટે કેપ્ટનશીપ જ છોડી દેવી જોઈએ જો તે આવું કરશે તો બેટિંગમાં ખૂબ સફળ થશે
વિરાટ કોહલી (Virat Kohli) ટી20 ઇન્ટરનેશનલ (T20 International) બાદ અન્ય ફોર્મેટમાંથી પણ પોતાની કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ. આવી સલાહ પાકિસ્તાનના પૂર્વ નિષ્ફળ કેપ્ટન શાહિદ આફ્રિદીએ (Shahid Afridi Advised Virat Kohli to give Captainship) આપી છે. આફ્રિદી જે પોતે વિરાટ કોહલી જેટલું સારું ક્રિકેટ રમી શક્યો નથી તે વિરાટ કોહલીને બેટિંગ સુધારવા માટે કેપ્ટનશીપ છોડવાની સલાહ આપી રહ્યો છે. શાહિદ આફ્રિદીએ આ અંગે પોતાનો વિચારો રજૂ કર્યા છે અને તર્ક પણ આપ્યો છે. પાકિસ્તાનની ટીમ માંડ માંડ બેઠી થઈ છે અને આફ્રિદીને પાકિસ્તાનમાં બેઠા બેઠા ભારતીય ટીમની ચિંતા થઈ રહી છે.
આફ્રિદીએ કહ્યું, 'મને લાગે છે કે કોહલી ભારતીય ક્રિકેટ માટે એક મહ્ત્ત્વનું બળ છે. જો તે કેપ્ટનશીપ છોડી અને બેટ્સમેન તરીકે રમવાનું નક્કી કરે તો વધારે સારું રહેશે. હું રોહિત સાથે એક વર્ષ રમમ્યો છું. સારી માનસિકતા સાથે ઉચ્ચ ક્ષમતા ધરાવતો ખેલાડી છે. એની સૌથી મોટી તાકાત એ છે કે તે ગમે તેવી સ્થિતિમાં પણ શાંત રહી છે, વળી જ્યાં જરૂરી હોય ત્યાં આક્રમક પણ થઈ શકે છે.'
રોહિતનું શોટ સિલેક્શન
આઈપીએલમાં પહેલા જ વર્ષે ડેક્કન ચાર્જર્સ માટે ટી-20 ક્રિકેટ સાથે રમેલા શાહિદ આફ્રિદીએ રોહિત શર્મા અંગે કહ્યુ કે રોહિતનું શોટ સિલેક્શન પણ જોરદાર છે. તેની માનસિકતા સારી હોવાથી તે સારો લીડર પણ છે.
આફ્રિદીને વિરાટ કોહલી ટી-20 કેપ્ટનશીપ છોડી દેશે તેવા એંધાણ હતા. આફ્રિદીને લાગે છે કે વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડી અને બેટિંગ પર ધ્યાન દેવું જોઈએ. તેણે કહ્યું કે વિરાટે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ.
નામિબિયાની મેચના અંતે પોતાના નિર્ણય વિશે વાત કરતા કોહલીએ સ્વીકાર્યું કે વર્કલોડને કારણે T20I કેપ્ટનશીપ છોડવાનો આ યોગ્ય સમય છે. કોહલીએ જણાવ્યું કે, જેમ મેં કહ્યું કે આ એક સન્માનની વાત છે, પરંતુ વસ્તુઓને યોગ્ય દિશા રાખવી જરૂરી છે. મારો વર્કલોડ મેનેજ કરવા આ જ યોગ્ય સમય છે. આ ખૂબ જરૂરી નિર્ણય છે. જોકે, વિરાટે કહ્યું હતું કે જે દિવસે તેને રમવાની મજા નહીં આવે તો તે આક્રમકતા ગુમાવી દેશે એ જ દિવશે નિવૃત્તી લઈ લેશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર