IND VS SL: ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી વન-ડેમાં સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી હવે વિશ્વના 5 સૌથી સફળ ODI બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. વનડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે શ્રીલંકાના મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો છે
IND VS SL: ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી વન-ડેમાં સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી હવે વિશ્વના 5 સૌથી સફળ ODI બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. વનડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે શ્રીલંકાના મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો છે
INDIA VS SRILANKA: ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શરૂઆતમાં ઓપનરોએ શાનદાર શરૂઆત કરી હતી. જો કે કેપ્ટન રોહિત તેની અડધી સદી ચૂકી ગયો, પરંતુ શુભમન ગિલ અને વિરાટ કોહલીએ શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી. બંને બેટ્સમેનોએ ઝડપી રન બનાવતા ઘણા રેકોર્ડ બનાવ્યા. ખાસ કરીને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ છેલ્લી ચાર વનડેમાં આ ત્રીજી વખત સદી ફટકારી હતી. અગાઉ તેણે બાંગ્લાદેશ સમે 2022 ની છેલ્લી અને શ્રીલંકા સામેની શ્રેણીની પ્રથમ જ મેચમાં સદી ફટકારી હતી.
શ્રીલંકા સામે 10 મી સદી
આ મેચમાં તેણે શ્રીલંકા સામે વનડેમાં 10મી વખત સદી ફટકારી હતી. એક જ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે ટોચ પર પહોંચી ગયો છે. આ મામલામાં તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે અને આવું કરનાર તે પ્રથમ ક્રિકેટર બની ગયો છે.
વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 46મી સદી હતી. વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર સચિન કરતાં તે માત્ર ત્રણ સદી પાછળ છે. સચિને વનડેમાં 49 સદી ફટકારી છે, જ્યારે કોહલીએ 46 સદી ફટકારી દિધી છે.
વિરાટ કોહલી હવે વિશ્વના 5 સૌથી સફળ ODI બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. વનડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પણ વિરાટે શ્રીલંકાના મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો છે. શ્રીલંકા સામે રમાયેલી ODI સીરીઝની ત્રીજી મેચ દરમિયાન વિરાટ કોહલીએ ODI ક્રિકેટનો વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો છે.
ઘરઆંગણે સૌથી વધુ સદી
34 વર્ષીય વિરાટે 101 ઇનિંગ્સમાં 21મી સદી ફટકારીને ઘરઆંગણે સૌથી વધુ વનડે સદીનો તેંડુલકરના રેકોર્ડને પણ તોડ્યો હતો. પ્રથમ મેચમાં સદી સાથે તેણે આ રેકોર્ડની બરાબરી કરી હતી.
શ્રીલંકા સામે આ તેની 10મી સદી હતી. એક જ વિરોધી ટીમ સામે સૌથી વધુ ODI સદીનો રેકોર્ડ તેણે તોડી નાખ્યો હતો. તેણે તેંડુલકરના (9 સદીઓ -ઓસ્ટ્રેલિયા સામે) અને તેના પોતાના જ રેકોર્ડ (9 સદીઓ -વેસ્ટ ઈન્ડિઝ સામે) આ રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા.
કોહલીએ સૌથી વધુ રનના મામલે વનડે ક્રિકેટમાં મહેલા જયવર્દને (12,650)ને પણ પાછળ છોડીને ODI ક્રિકેટમાં પાંચમો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.
" isDesktop="true" id="1320461" >
ત્રણ વર્ષ બાદ યાદગાર કમબેક
શ્રીલંકા સામેની વનડે શ્રેણીની શરૂઆત સદીથી કરનાર વિરાટ કોહલીએ પહેલી મેચમાં પણ સદી ફટકારી હતી. ત્રીજી મેચમાં તેણે ધીમી શરૂઆત કરી અને 49 બોલમાં 5 ચોગ્ગાની મદદથી પચાસ રન પૂરા કર્યા. આ પછી તેણે પોતાની ઇનિંગને સ્પીડ સાથે આગળ વધારી અને થોડી જ વારમાં સદી સુધી પહોંચી ગયો હતો. કોહલીની વન-ડેમાં આ 46મી સદી છે. આ સાથે સચિનની 49 વન-ડે સદીના રેકોર્ડની એક્દમ નજીક આવી ગયો છે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર