વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ શેર કરી ઈંગ્લેન્ડની તસવીરો, સાથે બ્રેકફાસ્ટ કરતા જોવા મળ્યા

  • Share this:
    નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. તેની સાથે તેમની પત્ની અનુષ્કા શર્મા(Anushka Sharma)પણ હાજર છે. બોલીવુડ અભિનેત્રી અનુષ્કાએ સોમવારે એક તસવીર શેર કરી છે જેમાં તે અને વિરાટ સવારના નાસ્તામાં જોવા મળે છે. વિરાટના કેપ્ટનશિપ હેઠળ ભારતને તાજેતરમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ઐતિહાસિક ફાઇનલ (WTC Final)માં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

    અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં કોફીનો કપ વિરાટના હાથમાં જોવા મળી રહ્યો છે. અનુષ્કાએ લખ્યું કે, 'જ્યારે તમે વહેલો નાસ્તો કરો છો અને વિજય મેળવો છો.' વિરાટ પણ હસતો જોવા મળે છે.






    ભારતે હવે વિરાટની કપ્તાની હેઠળ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. શ્રેણીની પ્રથમ મેચ 4 ઓગસ્ટે નોટિંગહામમાં રમવામાં આવશે. શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાવાની છે.
    Published by:kuldipsinh barot
    First published: