Home /News /sport /

Cricket News : વિરાટ કોહલીની ભવિષ્યવાણી, આ ગુજરાતી ખેલાડી ભારત માટે લાંબા સમય સુધી રમશે

Cricket News : વિરાટ કોહલીની ભવિષ્યવાણી, આ ગુજરાતી ખેલાડી ભારત માટે લાંબા સમય સુધી રમશે

Virat Kohli એવું માને છે કે જો ફિટનેસ પર ધ્યાન આપે તો અક્ષર પટેલ ટીમ માટે લાંબુ રમી શકે છે

Cricket News : ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ટીમના એક ખેલાડી અંગે ભવિષ્યવાણી કરી છે. વિરાટ કોહલી માને છે કે, ટીમનો આ ખેલાડી લાંબા સયમ સુધી રમશે

    Virat Kohli : ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ટીમના એક ખેલાડી અંગે ભવિષ્યવાણી કરી છે. વિરાટ કોહલી માને છે કે, ટીમના સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Akshar Patel) ફિટનેસ પર સંપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરે તો લાંબા સમય સુધી ક્રિકેટ રમી શકે છે. અક્ષર પટેલે મુંબઈ ટેસ્ટ મેચમાં સારી બોલિગ અને બેટીંગ કરીને યોગ્ય યોગદાન આપ્યું હતું. પહેલી ઈનિંગમાં અક્ષર પટેલે 52 રન કર્યા હતા અને બીજી ઈનિંગમાં 26 બોલ પર 4 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકારીને 41 રન કર્યા હતા.

    તેમની સ્કીલની મદદથી T20 અને ટેસ્ટ ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરી રહ્યા છે : ન્યુઝીલેન્ડ સામેની બે ટેસ્ટ સીરિઝમાં ભારતે 1-0 થી જીત મેળવી હતી. આ મેચ બાદ વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અક્ષર એક ઓલરાઉન્ડર ક્રિકેટર છે. તેમની આ સ્કીલ ભારતીય ટીમને શાનદાર સંતુલન પ્રદાન કરી શકે છે.

    T20 અને ટેસ્ટ ક્રિકેટમાં સારુ પ્રદર્શન

    અક્ષર પટેલ તેમની સ્કીલની મદદથી T20 અને ટેસ્ટ ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરી રહ્યા છે અને રમતના ફોર્મેટ અનુસાર મેચમાં ખુદને તેમાં ઢાળી રહ્યા છે. મને લાગે છે કે, જો તેઓ પોતાની ફિટનેસ પ્રત્યે ધ્યાન આપે તો ભારત માટે લાંબા સમય સુધી રમી શકે છે.

    આ પણ વાંચો : IND vs SA: સાઉથ આફ્રિકાને કોનો લાગ્યો ડર? ભારત સામેની શ્રેણી માટે ટીમમાં લીધા 21 ખેલાડી

    તેઓ સફળતા પ્રાપ્ત કરે તેવી હું કામના કરું છું.

    વિરાટ કોહલીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, જો ફિટનેસ પ્રત્યે યોગ્ય ધ્યાન આપવામાં ન આવે તો સારું પ્રદર્શન કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અક્ષર હાલમાં એક શાનદાર સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને તેઓ સફળતા પ્રાપ્ત કરે તેવી હું કામના કરું છું. મને આશા છે કે, તેઓ ફિટ રહેવા માટેના પ્રયાસ કરશે.

    આ પણ વાંચો : Hardik Pandya: વધુ એક ટુર્નામેન્ટ ગુમાવશે હાર્દિક પંડ્યા, જાણો શા માટે નહીં બને ટીમનો હિસ્સો

    અગ્રવાલની બેટીંગ

    કોહલીએ મયંક અગ્રવાલની બેટીંગ અંગે જણાવ્યું કે, આ લેવલ પર લાંબા સમય સુધી રમવા માટે તેમણે શાનદાર કામ કર્યું છે. આપણે તમામ કરિઅરના એવા ફેઝમાંથી પસાર થયા છીએ, જ્યાં આપણે શાનદાર પ્રદર્શન કર્યું છે. મયંક અત્યારે તે સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ ટીમ ઈન્ડિયા માટે એક એસેટ છે અને આગામી સમયમાં આ તમામ ઈનિંગ્સ ભારત માટેના શાનદાર પ્રદર્શન આપવામાં તેમની મદદ કરશે. આ તમામ ઈનિંગ્સથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, અક્ષર પટેલ, વિરાટ કોહલી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन