Home /News /sport /

MI vs RCB: કોહલીએ બનાવ્યો અનોખો રેકોર્ડ, કોઈ નથી કરી શક્યું આ પરાક્રમ

MI vs RCB: કોહલીએ બનાવ્યો અનોખો રેકોર્ડ, કોઈ નથી કરી શક્યું આ પરાક્રમ

RCBનો કેપ્ટન વિરાટ કોહલી (ફાઇલ ફોટો)

કોહલી આઈપીએલમાં 5000 રન પૂરા કરનારો આરસીબીનો પહેલો અને લીગનો બીજો પ્લેયર બની ગયો છે

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ મુંબઈ ઇન્ડિયન્સની વિરુદ્ધ બંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 46 રનની ઇનિંગ દરમિયાન એક ખાસ મુકામ પ્રાપ્ત કરી લીધું છે. તેણે 32 બોલમાં 6 ફોરની મદદથી આ ઇનિંગ રમી અને આ દરમિયાન તે આઈપીએલમાં 5000 રન પૂરા કરનારાો આરસીબીનો પહેલો અને લીગનો બીજો પ્લેયર બની ગયો.

    વિરાટ કોહલીએ આઈપીએલમાં અત્યાર સુધી 165 મેચોની 157 ઇનિંગમાં બેટિંગ કરતાં 38.85ની સરેરાશ અને 130.61ની સ્ટ્રાઇક રેટથી 5000 રન પૂરા કર્યા છે. જ્યારે તેના નામે ચાર સદી અને 34 અડધી સદી નોંધાયેલી છે. તે સુરેશ રૈના બાદ આવું કરનારો માત્ર બીજો બેટ્સમેન છે.

    ચેન્નઇ સુપરકિંગ્સના સ્ટાર બેટ્સમેન રૈનાએ આઈપીએલ 2019ની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વિરુદ્ધ ચેન્નઇમાં આવું કર્યું હતું. તેમના નામે 178 મેચોની 174 ઇનિંગમાં 5034 રન નોંધાયા છે. જ્યારે આ દરમિયાન તેની સરેરાશ 34.24 અને સ્ટ્રાઇક રેઠ 138.41 રન રહી છે. રૈનાના નામે એક સદી અને 35 અડધી સદી નોંધાઈ છે.


    વિરાટ કોહલીએ એક ટીમ માટે પોતાના તમામ રન બનાવ્યા છે. જ્યારે રૈનાએ ચેન્નઇ સુપરકિંગ્સ ઉપરાંત ગુજરાત લાયન્સ માટે બેટિંગ કરતાં આવું કર્યું છે.

    વિરાટ Vs મુંબઈ ઈન્ડિયન્સ

    કોહલીએ મુંબઈની વિરુદ્ધ 600થી વધુ રન બનાવી લીધા છે. તે સુરેશ રૈના, શિખર ધવન અને મહેન્દ્રસિંહ ધોની બાદ આવું કરનારો માત્ર ચોથો બેટ્સમેન છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: RCB, Record, Suresh raina, આઇપીએલ, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन