નવી દિલ્હી. ક્રિકેટ (Cricket)ના મેદાન પર રકોર્ડ મશીન સાબિત થયેલા ટીમ ઈન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ મેદાનની બહાર પણ નવો ઈતિહાસ રચી દીધો છે. તેણે એક એવી સિદ્ધિ મેળવી છે જેનો ઉલ્લેખ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી કરી છે. એક એવી ઉપલબ્ધિ, જેનાથી કરોડો ભારતીય ક્રિકેટરોને તેના પર વધુ ગર્વ થઈ રહ્યો છે. મેદાનની બહાર વિરાટે મેળવેલી સિદ્ધિને લઈને સોશિયલ મીડીયા (Social Media) પર પ્રશંસકો ખૂબ જ ઉત્સાહિત થઈને પ્રતિક્રિયા આપી રહ્યા છે. મૂળે, વિરાટ કોહલી હવે દુનિયાભરની કેટલીક ખાસ હસ્તીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે જેમના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર 100 મિલિયનથી વધુ ફોલોઅર્સ (100 Million Followers) છે. આ ઉપલબ્ધિ મેળવનારો વિરાટ દુનિયાનો પહેલો ક્રિકેટર છે. આ આંકડાને વિરાટે સોમવારે પાર કર્યો. અને જેવી આ વાત આગની જેમ ફેલાઈ કે તરત જ આઇસીસીએ તે અંગે ટ્વીટ કરવામાં જરા પણ વિલંબ ન કર્યો.
વિરાટ કોહલીએ આ આંકડાને સ્પર્શ કર્યો તો ICCએ પણ તેને રમતના ગૌરવના રૂપમાં લીધું અને બાકી હસ્તીઓની સાથે વિરાટનો ફોટો મૂકીને ટ્વીટર પર પોસ્ટ કરી. આઇસીસીના આ ટ્વીટને પ્રશંસકોએ પણ ખૂબ પસંદ કર્યું. આઇસીસીએ ટ્વીટ કર્યા બાદ અત્યાર સુધીમાં લગભગ દોઢ હજાર વાર આ પોસ્ટને રિટ્વીટ કરવામાં આવી ચૂક્યું છે. બીજી તરફ 10 હજાર પ્રશંસકોએ આ પોસ્ટને લાઇક કર્યું છે. હવે કોહલીને સોશિયલ મીડિયાનો પણ ચેમ્પિયન પણ કરાર કરવામાં આવે તો તેમાં જરા પણ અતિશયોક્તિ નહીં હોય તેવું તેના પ્રશંસકો માની રહ્યા છે. આઇસીસીના આ ટ્વીટ પર કોહલીના તમામ પ્રશંસકોએ વિરાટને ચેમ્પિયન કરાર કરી દીધો છે અને તેઓ અલગ-અલગ અંદાજમાં કોહલીના નામે સંદેશ લખી રહ્યા છે અને તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
Virat Kohli - the first cricket star to hit 100 million followers on Instagram 🎉 pic.twitter.com/HI1hTSbo8M
નોંધનીય છે કે, જ્યાં વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ છે, તો બીજી તરફ તે પ્લેટફોર્મ પર એક વિજ્ઞાપન પોસ્ટ કરવાના કરોડો રૂપિયાથી વધુ ચાર્જ કરે છે. આ ઉપરાંત કોહલીના ટ્વીટર અને ફેસબુક ઉપર પણ મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. અને આ ત્રણેય પ્લેટફોર્મ મળીને વિરાટ કોહલીને એક મોટી વૈશ્વિક સોશિયલ મીડિયા સેલીબ્રિટી અને મોટી બ્રાન્ડના રૂપમાં પરિવર્તિત કરી દીધી છે.
ફેસબુક પર વિરાટ કોહલીના લગભગ ચાર કરોડ ત્રીસ લાખ ફોલોઅર્સ છે. બીજી તરફ ટ્વીટર પર આ સંખ્યા લગભગ ચાર કરોડ નવ લાખની છે. આ આંકડા દર્શાવે છે કે કોહલી સોશિયલ મીડિયા પર કેટલો વધુ વિરાટ છે. ટ્વીટર પર વિરાટ ફોલોઅર્સના મામલામાં સચિન તેંડુલકર અને ધોનીથી ઘણો આગળ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર