Home /News /sport /T20 World Cup: ભારત હાર્યું પણ કોહલીએ મેળવી સિદ્ધિ, T20 ક્રિકેટના ઈતિહાસનો પહેલો આવો બેટ્સમેન બન્યો

T20 World Cup: ભારત હાર્યું પણ કોહલીએ મેળવી સિદ્ધિ, T20 ક્રિકેટના ઈતિહાસનો પહેલો આવો બેટ્સમેન બન્યો

વિરાટ કોહલી (ફાઇલ તસવીર)

Virat Kohli 4000 t20 Runs: આજે ભારત ભલે મેચ હારી ગયુ હોય પણ પૂર્વ કેપ્ટન કોહલીએ ફેન્સના દિલ જીતી લીધા હતા. વિરાટે આજે ફિફ્ટી તો ફટકારી જ હતી પણ સાથે એક અનોખી સિદ્ધિ પણ મેળવી હતી.

    Virat Kohli T20 Record: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ફરી ઈતિહાસ રચ્યો છે. તે ટી -20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4000 રન સુધી પહોંચનારો ઇતિહાસનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. કોહલી આજે એડિલેડમાં ઇંગ્લેન્ડ સામે ટી -20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

    ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા વિરાટ કોહલીને આ રેકોર્ડ બનાવવા માટે માત્ર 42 રનની જરૂર હતી અને આજે તેણે ઈંગ્લેન્ડ સામે ઝડપી ઈનિંગ રમીને ટી-20 ઈન્ટરનેશનલમાં પોતાના 4000 રન પુરા કર્યા છે. કોહલી ટી-20 ઈન્ટરનેશનલમાં આ સિદ્ધિ મેળવનારો સૌપ્રથમ ક્રિકેટર બની ગયો છે. અગાઉ કોહલી એડીલેડમાં બાંગ્લાદેશ સામેની મેચમાં મહેલા જયવર્દનેના 1016 રનના રેકોર્ડને તોડ્યો હતો.

    ટી-20 ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ રન

    કોહલીને વર્ષ 2014 અને 2016ના ટી-20 વર્લ્ડ કપ એમ બંનેમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે તે આમ કરનારો એકમાત્ર પુરુષ ક્રિકેટર છે. કોહલી ટી-20 ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ રન ફટકાર્યા છે. આ યાદીમાં તે કેપ્ટન રોહિત શર્મા, માર્ટિન ગુપ્ટિલ, બાબર આઝમ, અને પોલ સ્ટર્લિંગથી આગળ છે. ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી બાદ હાલનો ભારતીય કેપ્ટન રોહિત શર્મા છે. તે અત્યાર સુધી 148 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 31.32ની એવરેજથી 3853 રન બનાવ્યા છે. જ્યારે તેના પછી ન્યુઝીલેન્ડનો માર્ટિન ગપ્ટિલ (3531), પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ (3323) અને ત્યાર બાદ આયર્લેન્ડનો પોલ સ્ટર્લિંગ (3181) સ્થાન ધરાવે છે.

    આ પણ વાંચો: કોન્ડમનો ઉપયોગ પણ ન કર્યો, જબરદસ્તી ગળું દબાવી ક્રિકેટરે આચર્યુ દુષ્કર્મ

    સ્ટ્રાઇક રેટ હાલમાં લગભગ 140 અને એવરેજ 50થી વધુ

    કોહલીનો સ્ટ્રાઇક રેટ હાલમાં લગભગ 140 અને એવરેજ 50થી વધુ છે. વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં પણ કોહલી 6 મેચમાં 270થી વધુ રન સાથે ટોપ સ્કોરર છે. ઓપનર રોહિત શર્મા અને કે.એલ.રાહુલનું પ્રદર્શન અસરકારક રહ્યું નથી ત્યારે કોહલીએ ટીમ માટે જરૂરી ભૂમિકા ભજવી છે. કોહલીએ મેલબોર્નમાં પાકિસ્તાન સામે53 બોલમાં અણનમ 82 રન ફટકાર્યા હતા. તેના કારણે ભારત મેચ જીતી શક્યું હતું. બીજી તરફ સેમી ફાઇનલમાં પણ કોહલીએ વધુ એક અડધી સદી ફટકારી છે.



    આજના સેમીફાઈનલ પહેલા કોહલીએ ટી-20 ઈન્ટરનેશનલમાં કુલ 114 મેચમાં 52.77ની શાનદાર એવરેજથી 3958 રન બનાવ્યા હતા. જેમાં કોહલીએ એક સદી અને 36 અર્ધસદી ફટકારી હતી. પરંતુ સેમીફાઈનલમાં 42 રન બનાવતા જ કોહલીએ 4000 રન પુરા કરી લીધા છે. અગાઉ કોહલી ટી-20 ઈન્ટરનેશનલમાં 3000 રન ફટકારનારો સૌપ્રથમ ક્રિકેટર પણ બની ગયો. તેણે ગયા વર્ષે આ સિદ્ધિ હાંસલ કરી હતી. કોહલીએ 87 મેચોની 81 ઇનિંગ્સમાં 50.86ની એવરેજથી 3,000 રન બનાવ્યા હતા.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Virat kohli record

    विज्ञापन
    विज्ञापन