વિરાટ કોહલીએ તોડ્યો ધોનીનો મોટો રેકોર્ડ, આ ક્લબમાં સામેલ થયો

વિરાટ કોહલી અને ધોની

ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટી-20 મેચમાં ભારતીય ટીમે સુપર ઓવરમાં રોમાંચક વિજય મેળવ્યો

 • Share this:
  હેમિલ્ટન : ન્યૂઝીલેન્ડ (New Zealand) સામે ત્રીજી ટી-20 મેચમાં ભારતીય ટીમે સુપર ઓવરમાં રોમાંચક વિજય મેળવ્યો છે. આ સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-0થી અજેય સરસાઇ મેળવી લીધી છે. આ મેચમાં વિરાટ કોહલીએ 38 રન બનાવી એક સિદ્ધિ પોતાના નામે કરી છે. વિરાટે પૂર્વ કેપ્ટન ધોનીનો મોટો રેકોર્ડ તોડવામાં સફળતા મેળવી છે.

  વિરાટ કોહલીએ ત્રીજી ટી-20 ધોનીનો રેકોર્ડ તોડવા માટે 25 રનની જરુર હતી. મેચમાં 38 રન બનાવી કોહલીએ ભારતીય કેપ્ટન તરીકે ટી-20માં સૌથી વધારે રનનો ધોનીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કોહલીના નામે કેપ્ટન તરીકે હવે ટી-20માં 1126 રન થઈ ગયા છે. ધોનીના ટી-20માં કેપ્ટન તરીકે 1112 રન છે. હવે ટી-20 ક્રિકેટમાં વિરાટ સૌથી વધારે રન બનાવનાર ભારતીય કેપ્ટન બની ગયો છે.

  આ પણ વાંચો - ટીમ ઇન્ડિયાની બસમાં હજુ પણ ધોનીની સીટ ખાલી રહે છે, જાણો કેમ

  ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી-20 મેચમાં ભારતે ભારે રસાકસી પછી સુપર ઓવરમાં વિજય મેળવ્યો હતો. સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડે 17 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 18 રન બનાવી વિજય મેળવ્યો હતો. રોહિત શર્માએ પાંચમાં અને છઠ્ઠા બોલે સિક્સર ફટકારી ભારતને વિજય અપાવ્યો હતો. આ પહેલા ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 179 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 20 ઓવરમાં 6 વિકેટે 179 રન બનાવતા મેચ ટાઇ પડી હતી. જેથી સુપર ઓવરમાં જીતનો નિર્ણય કરાયો હતો. રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

  આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-0થી અજેય સરસાઇ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી ટી-20 મેચ 31 જાન્યુઆરીએ રમાશે
  Published by:Ashish Goyal
  First published: