Virat Kohli : વિરાટ કોહલી (Virat Kohli) હવે ભારતીય ટીમ (Indian Cricket team) માં સીમિત ઓવરની ટીમમાં કેપ્ટન રહ્યાં નથી. ટી 20ની કેપ્ટન્સી છોડ્યા પછી ભારતીય સિલેક્ટર્સે તેમને વન ડેની કેપ્ટન્સીથી પણ દૂર કર્યા છે અને હવે તે માત્ર ટેસ્ટ ટીમના કેપ્ટન રહી ગયા છે. વિરાટ કોહલીના સ્થાને રોહિત શર્મા (New Captain Rohit Sharma)ને વન ડે અને ટી 20 ટીમના કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં ભારતીય ટીમ વિરાટ કોહલીની આગેવાની હેઠળ ટેસ્ટ સીરીઝ રમવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ચુકી છે. અહીં ભારતીય ટીમ આગામી અઠવાડિયાથી ટેસ્ટ મેચની શરૂઆત કરશે. જો કે, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા જ વિરાટની કેપ્ટન્સી અને તેમને હટાવવાને લઈને ઘણા જ વિવાદ થઈ ચૂક્યાં છે.
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (BCCI suprimo Saurav Ganguli) એ વિરાટની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય પસંદગીકારોની સલાહ હોવાનું જણાવ્યું છે અને વિરાટ પર સવાલ ઉઠવાયા છે. જોકે, વિરાટે આ પ્રવાસના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, તેમની સાથે આ વિષયને લઈને અલગથી કોઈ વાતચીત કરવામાં આવી નથી.
આ સાથે જ ટેસ્ટ ટીમની પસંદગી બીદ ટીમની જાહેરાત કરવાના માત્ર દોઢ કલાક પહેલા જ પસંદગીકર્તાઓએ ફોન પર તેમને કેપ્ટન્સી ન કરવાને લઈને જાણકારી આપી હતી.
પૂર્વ ક્રિકેટરોએ આ બાબતને લઈને પોતાની પ્રતિક્રિયા આપી
વિરાટની પ્રેસ કોન્ફરન્સે પસંદગીકર્તાઓ અને બીસીસીઆઈ અધ્યક્ષના દાવાઓ પર ઘણા સવાલો ઉઠાવ્યા છે, જેના પછી કેટલાક પૂર્વ ક્રિકેટરોએ આ બાબતને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. વિશ્વકપ વિજેતા પૂર્વ ઓલરાઉન્ડર અને રાષ્ટ્રીય પસંદગીકાર રહી ચૂક્લા કીર્તિ આઝાદે પણ પસંદગીકારો પર મોટો પ્રહાર કર્યો છે. આઝાદે જણાવ્યું છે કે, પસંદગીકારોએ આ અંગે પહેલા ગાંગુલીને માહિતી આપવી જોઈતી હતી અને તેમની મંજૂરી પછી જ વિરાટને સૂચના આપવી જોઈતી હતી. આ એક એવી પ્રક્રિયા છે જે વર્ષોથી ચાલતી આવી છે.
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કીર્તિ આઝાદે જણાવ્યું કે, જો આ પસંદગીકારોનો નિર્ણય હતો તો તેમણે બીસીસીઆઈના અધ્યક્ષ પાસે જવું જોઈતું હતું. સામાન્ય રીતે આવું જ થયું પણ હોય છે કે ટીમની પસંદગી પછી અધ્યક્ષને તે અંગેની જાણકારી આપવામાં આવે છે ને આ અંગે તેમની મંજૂરી પણ લેવામાં આવે છે.
પૂર્વ ક્રિકેટરે પસંદગીકારો પર આકરો પ્રહાર કરતા કહ્યું કે, ભલે વિરાટ કોહલીએ પસંદગીકારોના આ નિર્ણય સાથે સહમતી દર્શાવી પણ આ સમગ્ર ઘટનાક્રમથી તે દુ:ખી છે. તેમણે કહ્યું કે તે પસંદગીકારોનું અપમાન નથી કરવા માંગતા પણ કોહલીનો અનુભવ તમામ કરતા ઘણો જ વધારે છે. તમામ પસંદગીકર્તાઓના અનુભવને જો એકત્રિત કરવામાં આવે તો પણ તે કોહલીના અનુભવ કરતા તો છો જ હશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર