Home /News /sport /Virat Kohli Anushka Sharma : અનુષ્કા શર્માએ દુબઇમાં વિરાટ સાથે કોફી ટાઇમની તસવીર કરી શેર, આપ્યુ ક્યુટ કેપ્શન
Virat Kohli Anushka Sharma : અનુષ્કા શર્માએ દુબઇમાં વિરાટ સાથે કોફી ટાઇમની તસવીર કરી શેર, આપ્યુ ક્યુટ કેપ્શન
આ જ તસવીરની કોફી બનાવડાવી અને વિરુષ્કાએ દુબઈમાં માણ્યો સ્વાદ
Virat Kohli Anushka Sharma : અનુષ્કાએ કોફીના કપની તસવીર શેર કરી હતી, જેમાં કોફી પર વિરાટ-અનુષ્કાનો ફોટો પણ છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, “આપણે ખૂબ સ્વાદિષ્ટ છીએ.”
ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે દુબઈ (Dubai) ગયેલ ક્રિકેટર પતિ વિરાટ કોહલી (Virat Kohli)ની સાથે અનુષ્કા શર્મા(Anushka Sharma)એ યુએઈમાં તેનો સૌથી વધુ સમય પસાર કર્યો હતો. આ દરમિયાન અભિનેત્રીએ સોશ્યલ મીડિયા (Social Media)માં પતિ સાથેનો કોફી પીવાના સમયની એક તસવીર શેર (Shared Post) કરી હતી.
અનુષ્કાએ કોફીના કપની તસવીર શેર કરી હતી, જેમાં કોફી પર વિરાટ-અનુષ્કાનો ફોટો પણ છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, “આપણે ખૂબ સ્વાદિષ્ટ છીએ.” ઉલ્લેખનીય છે કે, કોફીમાં જે ફોટો છે, તે જ્યારે બંનેએ પોતાના માતાપિતા બનવાની ગૂડ ન્યૂઝ શેર કરી હતી તે સમયની છે.
અનુષ્કા અને વિરાટ તેમની નવ મહિનાની પુત્રી વામિકા સાથે યુએઈમાં હતા. સેમિફાઇનલ માટે ક્વોલિફાઈ ન થવાથી ભારત વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું. ત્યારબાદ તેઓ મુંબઈ પરત ફર્યા છે.
જબ તક હે જાનના નવ વર્ષ
મહત્વનું છે કે, અનુશષ્કાએ તેની ફિલ્મ જબ તક હૈ જાનના 9 વર્ષ પૂરા થતાં એક પોસ્ટ શેર કરી હતી. યશ ચોપરાની આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ પણ છે. અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના સૌથી ફેમસ ડાયલોગ સાથે એક વિડીયો શેર કર્યો છે અને હેશટેગમાં લખ્યું છે, “#9YearsOfJabTakHaiJaan @yrf #YashChopra #AdityaChopra @iamsrk @katrinakaif.”
અનુષ્કા છેલ્લે વર્ષ 2018 તેની ફીલ્મ ઝીરોમાં પડદા પર દેખાઈ હતી અને હાલ તે પોતાના પ્રોડક્શન હાઉસ અને તેની દિકરીને સંભાળી રહી છે. તાજેતરમાં તેને ગ્રેઝીયા મેગેઝીનમાં કવર કરવામાં આવી હતી . જેમાં તેણે વામિકા વિશે વાત કરી હતી. અનુષ્કાએ મેગેઝીન સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મને લાગે છે કે જો તેણી કંઈક કરવા માંગે છે તો તે કરીને જ રહેશે.
અનુષ્કા શર્માએ દર્શાવેલી તસવીર
હું કહી શકું કે વામિકા પોતાના જીવનમાં જરૂર કોઈ હેતુ પૂરો કરશે. મને આ જોઇને ખૂબ આનંદ થાય છે કારણ કે મને લાગે છે કે હું પણ તેવી જ હતી. મારો રોલ તેને દિશા બતાવવાનો અને સપોર્ટ આપવાનો છે અને તે પણ કોઇ રોકટોક વગર. મને લાગે છે તમારા બાળકને ઘડવાની સૌથી સારી રીત છે બધા પ્રત્યે પ્રેમાળ રહો.
વધુમાં અનુષ્કાએ જણાવ્યું કે, “માતાપિતા તરીકે આપણે પણ ઘણુ શીખવાનું હોય છે – મને અને મારા પતિને એવું લાગે છે. જો તમે બાળક પ્રત્યે કાળજી રાખો છો તો તેમની પાસેથી શીખવા માટે ઘણું બધું છે. મારા માટે મારી પુત્રીને તે જેવી છે તે રીતે જ તેને સ્વીકારવી અને તેણી તે જાણીને આત્મવિશ્વાસથી વધે તે મહત્વનું છે. જો તમે બાળકને સ્પેસ આપો છો તો તે સારી રીતે ખીલશે અને પોતાના માટે કંઇક વિશેષ સ્થાન બનાવશે.”
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર