Home /News /sport /Virat Kohli: વિરાટ કોહલી-અનુષ્કા શર્માની દીકરીને દુષ્કર્મની ધમકી આપનાર સોફ્ટવેર એન્જિનિયર નીકળ્યો, પોલીસે કરી ધરપકડ

Virat Kohli: વિરાટ કોહલી-અનુષ્કા શર્માની દીકરીને દુષ્કર્મની ધમકી આપનાર સોફ્ટવેર એન્જિનિયર નીકળ્યો, પોલીસે કરી ધરપકડ

વામિકાનો જન્મ 11 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો. વામિકાનો અર્થ દુર્ગાનું એક સ્વરૂપ એવો થાય છે. પાવર કપલ વિરાટ કોહલી અને અનુષ્કાએ શર્માએ હજુ સુધી તેનો ચહેરો મીડિયામાં જાહેર કર્યો નથી અને તે સમજણી ન થાય ત્યાં સુધી જાહેર ન કરવાની તૈયારી રાખી છે.

Rape Threats to Virat Kohli Daughter Case: આરોપીની ઓળખ 23 વર્ષના રામનાગેશ શ્રીનિવાસ અબગુથબિની તરીકે થઈ છે. મુંબઈ પોલીસના સાયબર સેલ દ્વારા આરોપીની ઉપાડી લેવામાં આવ્યો.

  આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં (T20 World cup) પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાના (Team India) કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની (Virat Kohli Anushka Sharma Daughter Vamika) માસૂમ બાળકી વામિકા પર દુષ્કર્મ (Rape Threat to Vamika) ગુજારવાની નનામી ધમકી સામે આવી હતી. આ કેસમાં મુંબઈ પોલીસના સાયબર સેલે આરોપીને શોધી કાઢ્યો છે. દુષ્કર્મની ધમકી આપનાર આરોપીની ઓળખ 23 વર્ષના રામનાગેશ શ્રીનિવાસ અબગુથબિની તરીકે (Virat Kohli Daughter Rape Threat Accused Arrested) થઈ છે. મુંબઈ પોલીસના સાયબર સેલ દ્વારા આરોપીની ઉપાડી લેવામાં આવ્યો છે. આ શખ્સ આઈઆઈટી પાસઆઉટ છે અને સોફ્ટવેર એન્જિનિયર છે.

  મીડિયા અહેવાલો મુજબ મુંબઈ પોલીસ અગુબથિનીને ઉપાડી લીધા બાદ મુંબઈ લઈને આવી રહી છે. આઈઆઈટીમાંથી બીટેક કરનારો આ શખ્સ હૈદરાબાદમાંથી ઝડપાયો છે. હેવાનિયતની હદ પાર કરતા આ કિસ્સામાં અગાઉ દિલ્હી મહિલા આયોગે પોલીસને નોટિસ ફટકારી હતી અને કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

  સ્વાતિ માલિવાલે આપી હતી નોટિસ

  આ ઘટનામાં દિલ્હી મહિલા આયોગ (DCW Notice on Vamika) હરકતમાં આવ્યું છે અને દુષ્કર્મની ધમકીના મામલે પોલીસને નોટિસ જાહેર કરી હતી. મહિલા આયોગે પોલીસને નોટિસ આપી અને આ મામમલે કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. મહિલા આયોગની ચેરપર્સન સ્વાતિ માલિવાલે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

  ટ્વીટર પર મળી હતી ધમકી

  ભારતની ટી-20 વર્લ્ડકપમાં શરમજનક હાર થઈ છે આ આ ઘટના બાદ લોકો ટીમ ઈન્ડિયા પર ગુસ્સો ઉતારી રહ્યા હતા. જોકે, આ ગુસ્સામાં કોઈ નનામા ટ્વીટ દ્વારા વામિકા પર દુષ્કર્મ ગુજારવાની ધમકી મળી હતી. આ ધમકીના સ્ક્રિન શોટ વાયરલ થયા હતા. અનુષ્કાને ટાંકીને લખવામાં આવ્યું હતું, કે તમારી દીકરીનો ચહેરો બતાવ એટલે એની સાથે....

  આ પણ વાંચો : T20 World Cup-2021 : ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાન મેચની પિચ બનાવનાર ભારતીય પિચ ક્યૂરેટર મોહન સિંહનું શંકાસ્પદ હાલતમાં મોત

  9 મહિનાની છે વામિકા

  ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરી નવ મહિનાની છે.સોશિયલ મીડિયા અને જાહેર જીવનથી હજુ સુધી વિરાટ કોહલીએ દીકરીનો ભેટો કરાવ્યો નથી. પતિ-પત્નીએ તેની તસવીરો પણ જાહેર નથી કરી. આવામાં આ પ્રકારની ધમકીઓ સામે આવી રહી છે.

  એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી.

  દિલ્હી મહિલા આયોગની ચેરપર્સન સ્વાતી માલિવાલે નોટિસ બહાર પાડી અને પોલીસને આ મામલે એફઆઈઆર નોંધવા માટે કહ્યુ છે. તેજમ દિલ્હી પોલીસને પૂછ્યું છે કે આ બાબતમાં શું કાર્યવાહી કરી તેનો અહેવાલ આપો. દિલ્હી મહિલા આયોગની ચેરપર્સન સ્વાતિ લાલિવાલ અરવિંદ કેજરીવાલની કુટંમ્બી બહેન છે. તેઓ મહિલાઓની સુરક્ષા અંગે વર્ષોથી સક્રિય છે અને હાલમમાં દિલ્હી મહિલા આયોગના ચેરપર્સન છે. તેમણે પોલીસને આ નોટિસ મોકલી અને કાર્યવાહીની માંગ કરી છે.

  આ પણ વાંચો - વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર કેપ્ટન કોણ? જાણો વિરાટ કોહલીનો કેટલો છે પગાર, તેનાથી વધુ કમાય છે આ કેપ્ટન

  શામીને પણ ટ્રોલ કર્યો

  ઉલ્લેખનીય છે કે ભારત સામે થયેલી બાર બાદ ટ્રોલર્સે મોહમ્મદ શામીને પણ ખૂબ ખરી ખોટી સંભળાવી હતી. વાત ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે ખુદ બીસીસીઆઈ અને કેપ્ટન કોહલીએ શામીના સમર્થનમાં ઉતરવું પડ્યું હતું. હવે વિરાટ કોહલીની દીકરીને નિશાન બનાવી અને કેટલાક તત્વો વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Anushka Sharma, Cricket News in Gujarati, Vamika, Virat kholi

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन