Home /News /sport /Kohli અને Kumble વચ્ચે આ ખેલાડીના કારણે થયો હતો વિવાદ, કુંબલેના રાજીનામાના હતા આ કારણો

Kohli અને Kumble વચ્ચે આ ખેલાડીના કારણે થયો હતો વિવાદ, કુંબલેના રાજીનામાના હતા આ કારણો

રાયે લખ્યું કે કુંબલે બ્રિટનથી પરત ફર્યા બાદ તેની સાથે અમે લાંબી વાતચીત કરી હતી.

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) અને પૂર્વ કોચ અનિલ કુંબલે (Anil kumble) વચ્ચેનો છે. આ વિવાદને આજે પણ ચાહકો ભૂલી શક્યા નથી. વિરાટ સાથેના અણબનાવ બાદ કુંબલેએ થોડા સમયમાં જ કોચનું પદ છોડી દીધું હતું.

વધુ જુઓ ...
Virat Kohli : ક્રિકેટ (Cricket) જગતમાં સમયાંતરે કોઈને કોઈ વિવાદ સામે આવતા હોય છે. ઘણા વિવાદ ભુલાઈ જાય છે તો ઘણા વર્ષો સુધી યાદ રહે છે. આવો જ એક વિવાદ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) અને પૂર્વ કોચ અનિલ કુંબલે (Anil kumble) વચ્ચેનો છે. આ વિવાદને આજે પણ ચાહકો ભૂલી શક્યા નથી. વિરાટ સાથેના અણબનાવ બાદ કુંબલેએ થોડા સમયમાં જ કોચનું પદ છોડી દીધું હતું. પરંતુ બહુ ઓછા લોકોને આ વિવાદ પાછળના કારણની જાણ છે. ઉલ્લેખનીય છે કે, કુંબલે અને કોહલી વચ્ચેનો વિવાદ ટીમમાં ખેલાડીની પસંદગીને લઈને હતો

કુંબલે-વિરાટ વચ્ચે આ ખેલાડીના કારણે વાંકુ પડ્યું હતું  : વિરાટ અને કુંબલે વચ્ચે એક ખેલાડીને લઈને વિવાદ થયો હતો. હકીકતમાં આ માથાકૂટ કુલદીપ યાદવના કારણે થઈ હતી. આ વાત 2017ની છે. તે સમયે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઘર આંગણે શ્રેણી ચાલી રહી હતી.

ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ચોથી મેચ રમાવાની હતી ત્યારે ધર્મશાળાની મેચ પહેલા વિરાટ ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે તે મેચ રમી શક્યો નહોતો. અજિંક્ય રહાણેને ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી આપવામાં આવી હતી. જેથી કુંબલેએ ટીમની પસંદગી દરમિયાન કુલદીપ યાદવને ટીમમાં શામેલ કર્યો હતો. વિરાટને તે જરાક પણ ગમ્યું નહીં.

આ પણ વાંચો : IND vs SA: મોહમ્મદ શામીએ ટ્રોલરિયાઓને આપ્યો જોરદાર જવાબ, સર્જ્યો 'વિક્રમ'

કોહલી આ ખેલાડીને ટીમમાં રમાડવા માંગતો હતો

આ મેચમાં કુંબલેએ કુલદીપને ટીમમાં સ્થાન આપ્યું હતું. જોકે કોહલી ઇચ્છતો હતો કે આ મેચમાં કુલદીપના સ્થાને અમિત મિશ્રાને લેવામાં આવે. કોહલીને એ વાતની પણ જાણ નહોતી કે કુંબલએ કુલદીપને મેચમાં સ્થાન આપ્યું છે. જેથી તે ખૂબ જ નારાજ હતો અને ત્યારબાદ કુંબલે સાથે તેની દલીલો થઈ હતી. આ વિવાદ ખૂબ જ વધી જતાં કુંબલેએ તેમના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું.

ભૂતકાળમાં ધોનીને લઈને પણ વિવાદ થયો હતો

કુલદીપ ઉપરાંત કુંબલે અને વિરાટ વચ્ચે ધોનીને લઈને પણ ઝઘડો થયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ વિરાટનું માનવું હતું કે ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને તેને ગ્રેડ એમાં શામેલ ન કરવો જોઈએ. બીજી તરફ કુંબલે અનુશાસનમાં ખૂબ માનતો હતો, પણ કોહલીને તે મંજુર નહોતું.

આ પણ વાંચો : IND vs SA: સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ રન કરનારા 5 ભારતીય ખેલાડી, સચિન છે નંબર-1

આ ઉપરાંત કુંબલે ખેલાડીઓની ગર્લફ્રેન્ડ અને પત્નીઓને કોઈપણ પ્રવાસ પર લઈ જવાના વિરોધમાં હતો. જોકે, તેણે આ અંગે ક્યારેય નિવેદન આપ્યું નહોતું. વિરાટને તે પણ ગમ્યું નહીં. મીડિયા રિપોર્ટ મુજબ કોચ તરીકે વિરાટ કોહલીની પહેલી પસંદ રવિ શાસ્ત્રી હતા.
First published:

Tags: Anil Kumble, Ms dhoni, વિરાટ કોહલી