વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લીડ્સમાં કર્યું ઓણમ લંચ, VIDEO થયો વાયરલ

તસવીર - Instagram

ઓણમ લંચ દરમિયાન અનુષ્કા શર્મા (Anushka Sharma) એ સફેદ રંગનો મેક્સી ડ્રેસ પહેર્યો છે જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) કાળા રંગની ટીશર્ટ અને ટ્રાઉજરમાં જોવા મળ્યો હતો.

  • Share this:
    નવી દિલ્લી: વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) તેમની દિકરી વામિકા (Vamika) સાથે ઈંગ્લેન્ડમાં (England)માં સમય વિતાવી રહ્યા છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ (IND vs ENG) રમી રહ્યા છે. આ બધાની વચ્ચે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે સમય કાઢી રહ્યો છે. વિરાટ કોહલી નવા આઉટફિટમાં જોવા મળી રહ્યો છે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઓણમ સમયે ત્યાના સ્થાનિક લોકો સાથે લીડ્સમાં કેરલ રેસ્ટોરેન્ટમાં આ તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. અનુષ્કા અને વિરાટ તેમના કેટલાક ચાહકો અને સ્ટાફ સાથે તસવીરો અને વીડિયો લઈ રહ્યા છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

    ઓણમ લંચ દરમિયાન અનુષ્કા શર્મા એ સફેદ મેક્સી ડ્રેસ પહેર્યો હતો જ્યારે વિરાટ કોહલીએ બ્લેક ટી-શર્ટ અને ટ્રાઉજક પહેરીને જોવા મળ્યા હતા., કેટલીક તસવીરોમાં વિરાટ કોહલી પ્રેમથી અનુષ્કા શર્માના ખભા પર હાથ રાખતો જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, સુંદર આઉટફિટમાં જોવા મળેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની સાથે દિકરી વામિકા જોવા મળી નહોતી. જેને ફેન્સ દ્વારા ખુબજ મીસ કરવામાં આવી હતી.






    આ પણ વાંચો: IND W Vs AUS W: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત

    અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી કપલ આઉટિંગ અને ફેમિલિ ડે આઉટ હોય અથવા તો ભારતીય ક્રિકેટ ટીમના અન્ય ખેલાડીઓ સાથે ગ્રુપ પિકનિક હોય તેમાં ખાસ જોવા મળે છે અને તેની તસવીરો શેર કરતા હોય છે. તાજેતરમાં જ અનુષ્કા શર્માએ તેના નવા હેરકટને લઈને ચાહકોને ચોકાવ્યા હતા, જેની તસવીર વિરાટ કોહલીએ શેર કરી હતી. તેના આ નવા લુકને ચાહકો અને બોલિવૂડમાં તેના સાથીઓ તરફથી ઘણો પ્રેમ મળ્યો.આ દરમિયાન વિરાટ અને અનુષ્કાએ વામિકાનો છ મહિનાનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. આ બહાને ચાહકોને વામિકાની એક ઝલક પણ મળી, પણ ચહેરો આ કપલે છુપાવ્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published: