વિરાટ કોહલીની અપીલ પર લોકોએ શરૂ કરી મદદ, 24 કલાકમાં જમા થયા 3.6 કરોડ રૂપિયા

 • Share this:
  નવી દિલ્લી: કોરોના સામેની જંગમાં લોકોની મદદ કરવા માટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા ધન એકઠું કરી રહ્યા છે. અનુષ્કા અને વિરાટ ધન એકઠું કરવા માટે એક અભિયાન ચલાવી રહ્યા છે. એસીટી ગ્રાન્ટ્સ ઓક્સિજન અને અન્ય તબીબી સુવિધાઓ પ્રદાન કરવાના ક્ષેત્રમાં કાર્ય કરે છે. વિરાટ-અનુષ્કાએ સાત દિવસીય અભિયાન માટે બે કરોડ રૂપિયા દાન આપ્યા છે, જે અંતર્ગત સાત કરોડ રૂપિયા ઉભા કરવાનો લક્ષ્યાંક છે. દરમિયાન, વિરાટ કોહલીએ માહિતી આપી છે કે 24 કલાકથી ઓછા સમયમાં 3.6 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરવામાં આવી છે.

  વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું, 24 કલાકથી ઓછા સમયમાં 3.6 કરોડ! ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારા લક્ષ્યાંક અને દેશની મદદ માટે સંઘર્ષ કરતા રહો. આભાર.

  આ પહેલા શુક્રવારે કોહલીએ શુક્રવારે એક વીડિયો પોસ્ટ કરતાં કહ્યું હતું કે, 'અમારો દેશ અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આપણા દેશને આપણા બધાને એક કરવાની અને વધુને વધુ લોકોના જીવ બચાવવાની જરૂર છે. છેલ્લા એક વર્ષથી લોકોની વેદના જોઈને મને અને અનુષ્કાને દુખ થયું છે. '' કોહલીએ કહ્યું કે તેણે અને તેની પત્નીએ વાયરસ સામેના યુદ્ધમાં વધુને વધુ લોકોની મદદ કરવાનો પ્રયાસ કર્યો છે.

  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર પ્રસિદ્ધ કિષ્ણા થયો કોરોના સંક્રમિ


  તેમણે કહ્યું, "અમે વધુમાં વધુ લોકોને મદદ કરવા તરફ કામ કરી રહ્યા છીએ. ભારતને અત્યારે અમારી સૌથી મદદની જરૂર છે. અમે જરૂરિયાતમંદ લોકો માટે પૂરતા પૈસા એકત્રિત કરી શકીએ છીએ તેવી માન્યતા સાથે ભંડોળ એકઠું કરવાનું વચન આપ્યું છે. અમારું માનવું છે કે, લોકો તેમના દેશવાસીઓને મદદ કરવા આગળ આવશે. અનુષ્કાએ ચાહકોને દાન આપવાની વિનંતી કરતાં કહ્યું કે, "દરેક નાના પ્રયત્નોથી એક ફરક પડે છે. સાથે મળીને આપણે કોરોના સામે લડીશું."
  Published by:kuldipsinh barot
  First published: