વિરાટ અનુષ્કાએ કોરોના સામેની જંગમાં 7 દિવસમાં એકઠા કર્યા 11 કરોડ, દાતાઓનો માન્યો આભાર

 • Share this:
  નવી દિલ્લી: ભારત દેશ અત્યારે કોોરોના સામેની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. આ જંગમાં સમાજમાં દરેક લોકો મદદ કરી રહ્યા છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેમની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)એ 7 મેના રોજ કોરોના સામેની જંગમાં ફંડ એકત્ર કરવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું. આ કપલની એક અવાજ પર સામજે દાન આપવાનું શરૂ કર્યું હતું. અને લોકોએ સાત દિવસમાં 11 કરોડ રૂપિયા દાન કર્યા હતા. વિરાટ અને અનુષ્કાએ આ ફંડમાં 2 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું,

  વિરાટ અને અનુષ્કાએ આ અભિયાનમાં શરૂઆતમાં સાત દિવસમાં સાત કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. પરંતુ દાતાશ્રીઓ માત્ર સાત દિવસમાં જ 11 કરોડ રૂપિયા એકઠા કરી લીધા હતા. વિરાટે આ અભિયાનને પૂરુ કર્યા બાદ ટ્વિટ કરીને લોકોનો આભાર માન્યો હતો. વિરાટે લખ્યું કે આ વ્યક્ત કરવા માટે શબ્દો ખૂટી પડ્યા છે આ અભિયાન સાથે જોડાવા માટે તમામનો આભાર જે લોકોએ આ અભિયાન સાથે દાન કર્યું અને તે તમામ લોકોનો આભાર માન્યો હતો.

  virat kohli, anushka sharma, cricket news

  અનુષ્કા શર્માએ પણ મદદ કરનારાઓનો માન્યો આભાર

  અનુષ્કા શર્માએ પણ કોરોના સામેના યુદ્ધમાં 11 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આ અભિયાનમાં મદદ કરનારા લોકોનો આભાર માન્યો છે. તેમણે ટ્વિટ કર્યું, તમે આ ઉમદા હેતુમાં બતાવેલ એકતાની ભાવનાથી હું આશ્ચર્ય પામું છું. અમને એ વાતનો ગૌરવ છે કે, અમે અમારા પ્રારંભિક લક્ષ્યને પૂર્ણ દીધું છે અને તે જીવન બચાવવા માટે ખૂબ આગળ વધશે. ભારતના લોકોને મદદ કરવા માટે મોટું હૃદય બતાવવા બદલ આપ સૌનો આભાર.

  MPLએ 5 કરોડ રૂપિયા કર્યા દાન

  આ અભિયાનમાં, એમપીએલ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા વધુમાં વધુ 5 કરોડની રકમ દાનમાં આપવામાં આવી છે. કોહલીએ આ માટે એમપીએલનો પણ આભાર માન્યો હતો. તેમણે લખ્યું છે કે, કોવિડ -19 સામેની અમારી લડતમાં 5 કરોડના ઉદાર યોગદાન બદલ એમ.પી.એલ. સ્પોર્ટસ ફાઉન્ડેશનનો આભાર માનીએ છે. તમારી સહાયથી, હવે અમે અમારા લક્ષ્યાંકને વધારીને 11 કરોડ કરી દીધા છે. હું અને અનુષ્કા તમારા બિનશરતી ટેકા માટે આભારી છીએ.
  Published by:kuldipsinh barot
  First published: