વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ કોવિડ-19 સામેની લડાઇ માટે શરૂ કર્યું અનોખુ અભિયાન

 • Share this:
  નવી દિલ્લી: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડની અભિનેત્રી અનુષ્કા કોરોના વાયરસ સામેની જંગમાં લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ કોવિડ-19 મહામારીની સામે દેશની લડાઇમાં મદદ કરવા માટે 2 કરોડ રૂપિયા દાન કર્યા છે. તેમને લક્ષ્ય સાત કરોડ રૂપિયા એકઠા કરવાના છે. આ બંન્ને સામાન્ય માણસો માટે રૂપિયા એકઠા કરતી સંસ્થા દ્વરા રૂપિયા એકઠા કરી રહ્યા છે. બંન્નેએ તેમના પ્રશંસકોને અપીલ કરી છે કે, તેમના આ અભિયાનને સમર્થન આપવામાં આવે. આ વાતની જાણકારી વિરાટ કોહલીએ ટ્વિટર મારફતે આપી હતી.

  કોહલી અને અનુષ્કાએ જાહેર કરેલા વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. વિરાટ કોહલી અને બોલીવુડની સુપરસ્ટાર અનુષ્કા શર્મા ભારતમાં કોવિડ માટે લડી રહેલા લોકો માટે સાત કરોડા રૂપિયા એકઠા કરી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "તેઓ ભીડ ભંડોળના પ્લેટફોર્મ કેટો દ્વારા અભિયાન શરૂ કરી રહ્યા છે અને તેઓએ તેમની રીતે બે કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. આ અભિયાન કેટો પર સાત દિવસ ચાલશે." આમાંથી જે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે તે એસીટી ગ્રાન્ટ્સ નામની સંસ્થાને આપવામાં આવશે જે ઓક્સિજન અને અન્ય તબીબી સુવિધાઓ પ્રદાન કરવાના ક્ષેત્રમાં કાર્ય કરે છે.

  કોહલીએ કહ્યું, આપણો દેશ અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આપણા દેશને આપણા બધાને એક કરવાની અને વધુને વધુ લોકોના જીવ બચાવવાની જરૂર છે. છેલ્લા એક વર્ષથી લોકોની વેદના જોઈને મને અને અનુષ્કાને દુ:ખ થયું છે. '' કોહલીએ કહ્યું કે, તેણે અને તેની પત્નીએ વાયરસ સામેના યુદ્ધમાં વધુને વધુ લોકોની મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું, "અમે વધુમાં વધુ લોકોને મદદ કરવા તરફ કામ કરી રહ્યા છીએ. ભારતને અત્યારે અમારી મદદની જરૂર છે. અમે જરૂરિયાતમંદ લોકો માટે પૂરતા પૈસા એકત્રિત કરી શકીએ છીએ તેવી માન્યતા સાથે ભંડોળ એકત્ર કરવાનું વચન આપ્યું છે. અમારું માનવું છે કે, લોકો તેમના દેશવાસીઓને મદદ કરવા આગળ આવશે.  મહત્વનું છે કે, અનુષ્કાએ 1 મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો ન હતો. અનુષ્કાએ સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે ચાહકોનો આભાર માન્યો અને એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં જ્યારે દેશ કોવિડ -19 કટોકટીનો સામનો કરી રહ્યો છે ત્યારે તેનો જન્મદિવસ ઉજવવો યોગ્ય નથી. વીડિયોમાં અનુષ્કાએ પણ તેના ચાહકોને અપીલ કરી છે કે તેઓ સંકટની આ ઘડીમાં એક થઈને દેશને સમર્થન આપે.

  હવે, આઈપીએલની બાકીની સીઝન, ક્યારે, ક્યાં અને કેવી રીતે રમવામાં આવશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં હવે ખેલાડીઓ પણ પોતપોતાના ઘરે પરત ફરી રહ્યા છે. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી પણ મુંબઈ પાછો ફર્યો છે.
  Published by:kuldipsinh barot
  First published: