કોહલીએ સચિનની ચેલેન્જનો કર્યો સ્વિકાર, વિરાટે આ ગુજરાતીને આપી ચેલેન્જ

News18 Gujarati
Updated: June 30, 2018, 8:35 PM IST
કોહલીએ સચિનની ચેલેન્જનો કર્યો સ્વિકાર, વિરાટે આ ગુજરાતીને આપી ચેલેન્જ

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની ‘કિટ અપ ચેલેન્જ’ને સ્વિકાર કરતા શનિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વિરાટ વીડિયોમાં પેડ, હેલ્મેટ, ગ્લવ્ઝ અને ગાર્ડ્સ પહેરતો જોવા મળે છે. તેણે આ પછી કિટ અપ ચેલેન્જ માટે પાર્થિવ પટેલને નોમિનેટ કર્યો છે.

વિરાટે વીડિયો શેર કરતા લખ્યું હતું કે સચિન તેંડુલકર પાજી, ફિટનેસ કિટ અપ ચેલેન્જ માટે મને નોમિનેટ કરવા માટે આભાર. હું આ રમતને જેને પ્રેમ કરું છું તેના માટે કિટ તૈયાર કરી રહ્યો છું. હું પાર્થિવ પટેલને કિટ અપ અને તેનો વીડિયો શેર કરવા માટે નોમિનેટ કરું છું.



ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરે ગુરુવારે એક નવા પ્રકારની ફિટનેસ ચેલેન્જ આપી હતી. સચિને કિટ અપ ચેલેન્જ કરતા લોકોને રમવા માટે બહાર નિકળવા અને તેનો વીડિયો શેર કરવાની વિનંતી કરી હતી. સચિને વિરાટ કોહલી, મહિલા ક્રિકેટર મિતાલી રાજ, બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂ, કિદામ્બી શ્રીકાંત, બોક્સર વિજેન્દર સિંહ અને હોકી સ્ટાર સરદાર સિંહને કિટ અપ ચેલેન્જ માટે નોમિનેટ કર્યા હતા.
First published: June 30, 2018, 8:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading