Home /News /sport /કોહલીએ મેચ રેફરીના રુમમાં જઈને આપી ગાળો, કહ્યું - ભલે સજા આપો મને ફરક પડતો નથી

કોહલીએ મેચ રેફરીના રુમમાં જઈને આપી ગાળો, કહ્યું - ભલે સજા આપો મને ફરક પડતો નથી

કોહલીએ મેચ રેફરીના રુમમાં જઈને આપી ગાળો, કહ્યું - ભલે સજા આપો મને ફરક પડતો નથી

કોહલીએ મેચ પછી કહ્યું હતું કે આપણે આઈપીએલ રમી રહ્યા છીએ, આ કોઇ ક્લબ ક્રિકેટ નથી

    આઇપીએલ 2019માં મુંબઈ ઇન્ડિયન્સ સામે પોતાના હોમગ્રાઉન્ડમાં 6 રને પરાજય પછી રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કેપ્ટન વિરાટ કોહલી મેચ રેફરીના રુમમાં ઘુસી ગયો હતો. રુમમાં જઈને કોહલીએ રેફરીને ગાળો આપી હતી. અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઇમ્સ નાઉએ રિપોર્ટ આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મેચની પ્રેઝનટેશન સેરેમની પૂરી થતા જ કોહલી મેચ રેફરી મનુ નાયરના રુમમાં ગયો હતો અને ખરાબ અમ્પાયરિંગને લઈને ગાળો આપી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે જો આચાર સંહિતા તોડવાના ગુનામાં મને સજા પણ મળે તો તેની ચિંતા નથી.

    બેંગલોરને અંતિમ બોલે જીતવા માટે 7 રનની જરુર હતી. મલિંગાએ અંતિમ ઓવર ફેંકી હતી. મલિંગાના અંતિમ બોલે એક જ રન બન્યો હતો. આ પછી બોલનો રિપ્લે દેખાડવામાં આવ્યો તો ખબર પડી હતી કે મલિંગાનો પગ લાઇનથી આગળ હતો અને બોલ નો બોલ હતો. જેના ઉપર અમ્પાયર એસ રવિનું ધ્યાન ગયું ન હતું અને નો બોલ આપ્યો ન હતો.

    આ પણ વાંચો - કોહલીના પરાજય પછી ભડક્યા દિગ્ગજો, ટ્વિટર ઉપર અમ્પાયરની લગાવી ક્લાસ

    જો અમ્પાયરે નો બોલ આપ્યો હોત તો બેંગલોરને એક રન વધારાનો મળત અને બોલ પણ ફ્રી હીટ થઈ જાત. આવા સમયે બેંગલોર પાસે જીતવાની તક હતી. જોકે આમ બન્યું ન હતું અને કોહલીની ટીમનો 6 રને પરાજય થયો હતો.

    કોહલીએ મેચ પછી કહ્યું હતું કે આપણે આઈપીએલ રમી રહ્યા છીએ અને આ કોઇ ક્લબ ક્રિકેટ નથી. અમ્પાયરે પોતાની આંખો ખોલીને રાખવી જોઈએ. અંતિમ બોલ પર આવો નિર્ણય ઘણી ખરાબ વાત છે. નજીકના મુકાબલામાં આવા નિર્ણયો આવશે તો હું નથી જાણતો કે શું થશે. અમ્પાયરે વધારે સજાગ હોવું જોઈએ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ipl 2019, Mumbai indians, વિરાટ કોહલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन