હેરાન કરી રહી છે કોહલી પર થયેલી ભવિષ્યવાણીઓ! ભારતીય ક્રિકેટનું 'વિરાટ' ભવિષ્ય

 • Share this:
  ઈન્ડિયન ટીમનો કેપ્ટન ટીમ ઈન્ડિયાનો સોથી ચમકતો સ્ટાર છે. પાછલા એક દશકામાં વિરાટ કોહલીએ ઘણા એવા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે, ત્યાં સુધી કોઈ દિગ્ગજ અત્યાર સુધી પહોંચી શક્યું નથી. ખાસ વાત તે છે કે, ક્રિકેટમાં જ્યોતિષની મદદથી પોતાની સટિક ભવિષ્યવાણીથી સમાચારોમાં ચમકનાર નરેન્દ્ર બુંદેએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલી સાથે જોડાયેલ ઘણી બધી સટીક ભવિષ્યવાણી કરી છે, જે ધીમે ધીમે સાચી સાબિત થઈ રહી છે.

  ભવિષ્યવક્તા બુંદે અનુસાર વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમને વિદેશી પ્રવાસમાં સફળતા મળશે. તેઓ કહે છે કે, કોહલીને પણ ભારતીય રમત ઈતિહાસનું સૌથી મોટું એન્ડોર્સમેન્ટ કરાર મળનાર છે. ખરેખર આ કરાર અરબો રૂપિયાનો હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ કોહલીએ બિઝનેસની દુનિયામાં પણ પોતાની એક અલગ જ જગ્યા બનાવી લીધી છે. સ્પોર્ટ્સ એન્ડ ફેશન વિઅર, જિમ ચેન અને ટેક સ્ટાર્ટઅપમાં ધમાકેદાર ઉપસથિતિ બાદ તે હવે પોતાના બ્રાન્ડ વન-8 દ્વારા પેકેઝ્ડ વોટર બિઝનેસમાં પણ ઉતરી રહ્યો છે. હાલમાં જ કોહલીએ શાહરૂખ ખાનને પાછળ છોડીને બે હજાર કરોડ રૂપિયાથી વધારેનો બ્રાન્ડ બની ગયો.

  બુંદે અનુસાર કોહલીનું શુક્ર ગ્રહ ખુબ જ પ્રબળ છે તે માટે તે વિદેશમાં સારૂ પ્રદર્શન કરશે. ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. આ વર્ષે ટીમને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે.

  બુદેએ કહ્યું કે, કોહલીને એવો કરાર મળવાનો છે કે, તેઓ માર્ક માસ્કરેનહાસે સચિન તેંડૂલકર સાથે કર્યો હતો. આજના આ યુગમાં આ કરાર તેના કરતાં પણ મોટો થવાનો છે.

  બુંદેની માનીએ તો કોહલીના સ્ટાર અને ગ્રહોની ચાલ અનુસાર ભારતને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સકારાત્મક પરિણામ મળવાની સંભાવના છે. તેંડૂલકર 1990ના દશકમાં જ્યારે શાનદાર પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે માસ્કરેનહાસે સેલિબ્રિટી મેનેજમેન્ટે નિયમોને બદલીને આ ક્રિકેટ સ્ટાર સાથે કરોડો રૂપિયાનો કરાર કર્યો હતો.

  બુંદેએ કેટલાક સમય પહેલા કહ્યું હતું કે, 36 વર્ષિય પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઈંગ્લેન્ડમાં 2019માં થનાર વિશ્વકપમાં ટીમનો ભાગ રહેશે.

  આઈસીસી મહિલા વિશ્વકપથી પહેલા ભારતીય ટીમની કેપ્ટન મિતાલી રાજે પણ નરેન્દ્ર બુંદેની સલાહ લીધી હતી.
  Published by:Mujahid Tunvar
  First published: