Home /News /sport /વિરાટ-હાર્દિકના ડાન્સે ઈન્ટરનેટ પર મચાવી દીધી ધૂમ, કરોડો ચાહકોએ જોયો

વિરાટ-હાર્દિકના ડાન્સે ઈન્ટરનેટ પર મચાવી દીધી ધૂમ, કરોડો ચાહકોએ જોયો

વિરાટ-હાર્દિકનો વીડિયો થોડી જ વારમાં થયો વાયરલ

Video of Virat-Hardik dance viral : હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ મોહાલીમાં છે, જ્યાં મંગળવારે ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ રમાશે. આ મેચ પહેલા રવિવારે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ શાનદાર વીડિયો શેર કર્યો હતો.

વધુ જુઓ ...
  મોહાલી: હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ મોહાલીમાં છે, જ્યાં મંગળવારે ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ રમાશે. આ મેચ પહેલા રવિવારે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ શાનદાર વીડિયો શેર કર્યો હતો.

  આ વિડિયોમાં બંને ખેલાડીઓ ચશ્મા પહેરી રાખ્યા છે અને ધ બીટનટ્સના સે અકાબો (Se Acabo) ગીત પર તેમના ડાન્સ મૂવ્સ કરતાં જોવા મળે છે. વીડિયો શેર કરતા હાર્દિકે તેના કેપ્શનમાં લખ્યું, "તમે જાણો છો કે અમે કેવી રીતે કરીએ છીએ." જેની કોમેન્ટમાં વિરાટે હસતા ઇમોજી સાથે 'શાકાબૂમ' લખ્યું.

  ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે વાયરલ

  આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેને અત્યાર સુધીમાં બે કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

  વિશ્વ કપની તૈયારી

  વિરાટ અને હાર્દિક બંને ભારતીય ટીમના મહત્વપૂર્ણ ખેલાડીઓછે. તાજેતરમાં બંને ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે.
  એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે ફોર્મમાં પરત ફરતા વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 61 બોલમાં અણનમ 122 રન બનાવ્યા હતા. તેણે લગભગ ત્રણ વર્ષ બાદ સદી સાથે સારા ફોમમાં વાપસી કરી છે.

  હવે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સીરીઝની સાથે ટી-20 વર્લ્ડ કપમાં પણ તેમની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા છે. આ બંને શ્રેણી ભારતીય ખેલાડીઓ માટે વર્લ્ડ કપની દૃષ્ટિએ ઘણી મહત્વના છે.

  ભારત Vs ઓસ્ટ્રેલિયા શ્રેણી

  20 સપ્ટેમ્બર (1લી T20): IS બિન્દ્રા ક્રિકેટ સ્ટેડિયમ, મોહાલી

  23 સપ્ટેમ્બર (2જી T20): વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, નાગપુર

  25 સપ્ટેમ્બર (3જી T20): રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ
  Published by:mujahid tunvar
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन